રાજકોટ
News of Thursday, 22nd July 2021

શુક્રવારથી રાજયભરમાં ભારે વરસાદની ચેતવણી : રાજકોટ સહિત ૮ શહેરોમાં NDRFની ટીમો તૈનાત

કર્મચારીઓ - અધિકારીઓની રજા રદ્દ : પુલ - રસ્તા - ડેમ સહિતની બાબતો ચકાસવા આદેશો

રાજકોટ, તા. ૨૨ : શુક્રવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતભરમાં ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપતા રાજયભરના કલેકટરો અને અન્ય ડીપાર્ટમેન્ટને સાવચેત કરી દેવાયા છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટને હાઈએલર્ટ પર મૂકી દેવાયુ છે. રાજય સરકારે રાજકોટ સહિત ૮ સ્થળે એનડીઆરએફની ટીમ રવાના કરી છે. જેમાં અમદાવાદ, વલસાડ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. રાજકોટ કલેકટર તંત્રે પણ પોતાના તમામ મામલતદાર, ડે.કલેકટરો અને સંબંધિત ડિપાર્ટમેન્ટને ડેમ, રસ્તા, પુલ સહિતના તમામ તકેદારીના પગલા લેવા આદેશો કર્યા છે. શનિ-રવિ રજા હોવા છતાં પણ હેડકવાર્ટર ન છોડવા કલેકટર તંત્રે દરેક ડિપાર્ટમેન્ટને સુચના આપી છે.

(2:56 pm IST)