રાજકોટ
News of Thursday, 22nd July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રીજા તબક્કાની ૨૭ પરીક્ષાઓમાં ૪૪૭૫૫ પરીક્ષાર્થીઓ : શાંતિપૂર્ણ પ્રારંભ

રાજકોટ, તા. ૨૨ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે ત્રીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે.

કોરોનાનુ સંક્રમણ ઘટતા ત્રણ માસ મોડી લેવાય રહેલ વિવિધ વિદ્યાશાખાની ૨૭ પરીક્ષાઓમાં ૪૪૭૫૫ પરીક્ષાર્થીઓ આજે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ૧૨૭ કેન્દ્રો ઉપર ૪૪૭૫૫ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કુલપતિ નીતિનભાઈ પેથાણીના માર્ગદર્શન મુજબ કાર્યકારી પરીક્ષા નિયામક નીલેશભાઈ સોનીએ ૭૨ સભ્યોને ચેકીંગ ટુકડીઓમાં સમાવેશ કરી નિરીક્ષણ હાથ ધર્યુ છે.

પરીક્ષા કેન્દ્રો ઉપર સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તેમજ સેનેટાઈઝરની તકેદારી રાખવામાં આવી હતી.

(2:53 pm IST)