રાજકોટ
News of Thursday, 22nd July 2021

રાખડીની ડીઝાઈનમાં પણ કોરોનાનો ટચઃ વડાપ્રધાન-મુખ્યમંત્રી પણ છવાયા

રાજકોટઃ કોવીડ-૧૯ની બોટલવાળી રાખડીઓ, અમેરીકન ડાયમંડ, રૂદ્રાક્ષ, કુંદન, ચંદન, તુલસીના પારા વિ. ભવ્ય ડીઝાઈન રાખડીઓનો ખજાનો રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીમાં રાખડીઓનું વેચાણ તથા લુમ્બા રાખડીઓનું વેચાણ ચાલુ થઈ ગયેલ હોવાનું જોહરકાર્ડસવાળા યુસુફભાઈ અને હસનેનભાઈએ જણાવેલ છે. હાલ કોરોના મહામારીની રક્ષા આપતી કોવીડ-૧૯ની બોટલવાળી રાખડીઓ સાથે લખાણ જેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ફોટો સાથે લખાણ ઉપરાંત બોટલ સાથે અલગ અલગ લખાણવાળી રાખડીઓ બજારમાં આવેલ છે. દસથી વધુ ડીઝાઈનો આવેલ છે. હાલ કોરોના મહામારીમા આ સંદેશો આપતી રાખડી આવેલ હોવાનું રાખડી વિક્રેતા હસનેનભાઈએ જણાવેલ છે.

(2:53 pm IST)