રાજકોટ
News of Thursday, 22nd July 2021

લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના પ્રમુખપદે નીરજ અઢીયા : શપથ ગ્રહણ

રાજકોટ : વિશ્વની સૌથી મોટી સામાજીક સંસ્થા લાયન્સ કલબ ઇન્ટરનેશનલની રાજકોટ પાંખ, લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડનો વર્ષ ૨૦૨૧-૨૨ નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં હોટલ સીઝન્સ ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ડીએસએન ગ્રુપના યુવા ઉદ્યોગપતિ નિરજ અઢીયા, સેક્રેટરી તરીકે આર્કિટેકટ સંજય કલકાણી, ખજાનચી તરીકે યુવા એડવોકેટ ડેનિશ સિણોજીયા, પીઆરઓ તરીકે કિશન ભલાણી વગેરે તેમજ બોર્ડ મેમ્બર્સ તરીકે શપથવિધિ કરવામાં આવી હતી. શપથ ગ્રહણ અધિકારી તરીકે વડોદરાથી પૂર્વ ગવર્નર રમેશ પ્રજાપતિ તથા નવા સભ્યોના શપથ ગ્રહણ અધિકારી તરીકે સૌરાષ્ટ્ર કચ્છના લાયન્સ ડીસ્ટ્રીકટ ગવર્નર વસંત મોવલિયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જામનગરથી વાઇસ ગવર્નર એસ. કે. ગર્ગ, પોરબંદરથી વાઇસ ગવર્નર હિરલબા જાડેજા તેમજ સૌરાષ્ટ્રની વિવિધ કલબ વાંકાનેર, મોરબી, જામનગર, ખંભાળીયા, અમરેલી, જસદણ, શિહોર, જેતપુર, પોરબંદબ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટના લાયન્સ હોદેદારો ઉપસ્થિત રહેલ. સમારોહમાં મેયર ડો. પ્રદીપ ડવ, શૌશલ શેઠ, ડો. પ્રીયુલ શાહ, દીપલ શેઠ તેમજ ડો. નેહા શાહે લાયન્સ સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મેયરશ્રીએ  લાયન્સ કલબને જયારે પણ જરૂર પડે ત્યારે સમાજ ઉપયોગી કાર્યોમાં સહયોગી બનવા તત્પરતા બતાવી હતી. નવા સભ્યોને શપથ ગવર્નર વસંત મોવલીયાએ લેવડાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ૨૦૨૦-૨૧ ના પ્રમુખ ગીરીશ અકબરીએ શાબ્દીક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા હતા. જયારે વાર્ષિક પ્રવૃત્તિની માહીતી સેક્રેટરી અચ્યુત પટેલે અને હિસાબો ખજાનચી ડેનીશ સીણોજીયાએ રજુ કર્યા હતા. સહયોગ બદલ દિવ્યેશ સાકરીયા, ચેતન વ્યાસ, રમેશ રામાણી અને સભ્યોનો આભાર વ્યકત કરેલ. લાયન્સ ઓકસીજન બેંકમાં સહયોગ બદલ નવીન ગોલિયા મેજર બ્રાન્ડસ, તુષાર  વેદ - પ્રોમોડ ઇન્ડિયા તથા એપેરેલ ગ્રુપના નીરવ વેદ, કમલ કોટકનો પણ આભાર વ્યકત કરાયો હતો. નવનિયુકત પ્રમુખે આગામી વર્ષ દરમિયાન પર્યાવરણ, ટ્રાફીક અવેરનેસ, ડાયાબીટીસ કેર, કોવિડ રીલીફ પર વિશિષ્ટ કામગીરી કરવાની જાહેરકાત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા, શ્રીમતી કાંતાબેન કથીરીયા ઉપસ્થિત રહેલ અને લાયસન્સની પ્રવૃત્તિઓને બીરદાવી હતી. પૂર્વ ગવર્નર પ્રભુદયાલ વર્મા, ડો. પ્રિયવ્રત જોશી, હિતેશ કોઠારી, હિતેશ ગણાત્રા, ભાવના કોઠારી, ધીરેન બાદીયાની, મોના શેઠ વગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

(2:51 pm IST)