રાજકોટ
News of Thursday, 22nd July 2021

મ.ન.પા.ના વિપક્ષી નેતાના લોક દરબારમાં રોડ-રસ્તા, પાણીની ફરીયાદનો ધોધ

રાજકોટ, તા. રર :  મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા શહેરના નાગરિકોના લોકપ્રશ્નોે અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજરોજ તા.૨૨/ ના ગુરૂવારના રોજ  સવારે ૧૧ કલાકે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફકત ૩૦ મિનીટમાં જ ૨૩ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોમાં પીવાના પાણીની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે રોડ-રસ્તામાં ખાડા, ટ્રાફિક સમસ્યા , ટોલ ફ્રિ નંબરની સેવા ચાલુ કરવી, ઢોરનો ત્રાસ, કચરાના ઢગલા, ટીપરવાન સમયસર નથી આવતી, વોંકળા સફાઈ, ફ્રી વાઈફાઈ યોજનાનો લાભ મળતો નથી, મેઈન રોડ પર વરસાદી પાણી છોડે છે , સ્પોર્ટ્સ સંકુલ બનાવવા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૨૩ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે. તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(2:51 pm IST)