રાજકોટ
News of Thursday, 22nd July 2021

મોંઘવારી ભથ્થાનો બીજો હપ્તો ચૂકવો : પેન્શનર્સ મંડળ

જિલ્લા પંચાયત પેન્શનર્સ કર્મચારી મંડળની રજૂઆત

રાજકોટ તા. ૨૨ : જિલ્લા પંચાયત પેન્શનર્સ કર્મચારી મંડળના પ્રમુખ એ.ટી.સાદીકોટે રાજ્યના સરકારી કર્મચરીઓના જુલાઇ ૨૦૧૯થી અમલમાં આવેલ ૫ ટકા મોંઘવારી ભથ્થાનો ૩ માસનો બીજો હપ્તો ચૂકવી આપવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, જુલાઇ ૧૯થી મોંઘવારી ભથ્થુ ૫ ટકા વધી ૧૭ ટકા થયેલ તેનો અમલ પેન્શનમાં ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૨૦માં કરવામાં આવેલ તેમજ માહે જુલાઇ-૨૦૧૯થી માહે ડીસેમ્બર-૨૦૧૯ સુધીના ૬ માસનું મોંઘવારી ભથ્થુ બે હપ્તામાં ચુકવવાનો નિર્ણય કરેલ. જે અન્વયે પ્રથમ હપ્તાનું માહે જુલાઇ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીનું ૩ માસનું મોંઘવારી ભથ્થુ માહે ઓકટોબર-૨૦૨૦ના પેન્શનમાં ચુકવેલ.

જે અન્વયે બીજા હપ્તાનું ઓકટોબર-૨૦૧૯થી ડીસેમ્બર-૨૦૧૯ સુધીનું ત્રણ માસનું મોંઘવારી ભથ્થાનો તફાવત ચુકવવાનો હજુ સુધી બાકી છે.

(2:50 pm IST)