રાજકોટ
News of Thursday, 22nd July 2021

ખોડીયારનગર પાસેથી મનીષ ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે પકડાયો

બાઇક લોધેશ્વર સોસાયટીમાંથી અને મોબાઇલ શાપર વેરાવળમાંથી ચોરી કર્યાની કબુલાત

રાજકોટ,તા. ૨૨ : ખોડીયારનગર મેઇન રોડ જોગરાણા ચોક પાસેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક અને મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ખોડીયાર નગર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાથી માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા ખોડીયારનગર જોગરાણા ચોક પાસેથી મનીષ રાઘવજીભાઇ ધેલાણી (ઉવ.૪૨) (રહે. તીરૂપતિ સોસાયટી મુળ રાજગઢ તા. કોટડાસાંગાણી)ને જીજે૩ઇજે૮૬૫ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા મનીષે બાઇક બે દિવસ પહેલા લોધેશ્વર સોસાયટીમાંથી ઉઠાવ્યુ હોવાની અને મોબાઇલ શાપર-વેરાવળ શાંતિધામ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી બાઇક અને મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા.

(2:49 pm IST)