રાજકોટ
News of Thursday, 22nd July 2021

શહેરમાં સતત ત્રીજા દિવસે બપોર સુધીમાં '૦' કેસ

કુલ આંક ૪૨,૭૮૫એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૩૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો

રાજકોટ તા. ૨૧ :   શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા સતત ત્રીજા દિવસે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૧૭  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૨૪૮  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો.

આજ દિન સુધીમાં ૧૨,૪૫,૫૪૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:04 pm IST)