રાજકોટ
News of Monday, 22nd July 2019

રાજકોટમાં ધોધમાર ર ઇંચ વરસાદથી વીજ તંત્રના ૮ ફીડરો ફોલ્ટમાં: મોડી રાત સુધી લાઇન સ્ટાફ તૈનાતઃ ૩૦૦થી વધુ ફરીયાદો

એસઆરપી-નવાગામ-ગાયકવાડી-રામદૂત સહિતના ફીડરો ઝાડની ડાળી પડવાથી વિજળી પડવાને કારણે ફોલ્ટમાં

રાજકોટ તા. ર૧ :.. રાજકોટમાં ગઇકાલે વિજળીના કડાકા ભડાકા સાથે ર ઇંચ વરસાદ તૂટી પડયો અને ચારે બાજુ પાણી...પાણી.. થઇ પડયું.

આ ધોધમાર વરસાદ-પવનના સૂસવાટાને કારણે વિજતંત્રના ૮ ફીડરો ફોલ્ટમાં આવી જતા શહેરના અનેક વિસ્તારોમાં - સેંકડો ઘરોમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી, અંધારપટ છવાઇ ગયો હતો.

સુત્રોના ઉમેર્યા પ્રમાણે, સામાકાંઠા વિસ્તાર, જંકશન પ્લોટ, ગાયકવાડી, એસઆરપી કવાટર્સ વિસ્તાર, કાલાવાડ રોડ, સાધુ વાસવાણી, યુનિ. રોડ, આણંદપર-નવાગામ, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટ યાર્ડ, લાલપરી વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ફોલ્ટ સજર્યા હતાં, અંદાજે ૩૦૦ થી વધુ ફરીયાદો આવતા, વીજતંત્રના સબ ડીવીઝનના ઇજનેરો લાઇન સ્ટાફને દોડધામ થઇ પડી હતી.

અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે મેઇનટેનન્સના અભાવે નહી પરંતુ ૩ થી ૪ સ્થળે ઝાડની ડાળીઓ પડતા - જમ્પરો ઉડયા હતા, એક સ્થળે વિજળી પડતા, આખુ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું, જેથી લાઇટો ગૂલ થઇ હતી, પરંતુ સમગ્ર લાઇન સ્ટાફે ગત મોડી રાત ૧૦ થી ૧૧ વાગ્યા સુધી કામગીરી કરી તમામ ફરીયાદોનો નિકાલ કરી નાખ્યો છે.

(11:58 am IST)