બુટલેગરો સામે પોલીસની ધોંસઃ વિદેશી દારૂના પાંચ દરોડામાં ર.૧૩ લાખના દારૂ સાથે છ પકડાયા
બોલેરોમાં ચોરખાનામાંથી દારૂનો જથ્થો કબ્જેઃ નોહીન ઉર્ફે નોઇલો, જય ઉર્ફે કાળુ, નરેશ સાતોલા, સંજય લાઠીગરા, ઓમપ્રકાશ બીશ્નોય અને અલ્તાફ ઉર્ફે બાપુની ધરપકડ
રાજકોટ : શહેરમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસે બુટલેગરો સામે લાલઆંખ કરી જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડી રૂ.ર.૧૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે છ શખ્સોને પકડી લીધા છે. જેમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ. સોનારા સહિતે જંગલેશ્વર શેરી નં.૩૧માં મકાનમાંથી દારૂની ૧પ૬ બોટલ સાથે અલ્તાફ ઉર્ફે બાપુ છોટુમીયા, પીરજાદા (ઉ.ર૦) ને તથા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાખરા સહિતે રામનાથપરા શેરી નં. ૬માં ઓરડીમાંથી દારૂની ૧ર બોટલ સાથે નોહીન ઉર્ફે નોઇલો નગ્નીરખાન પઠાણ (ઉ.ર૭) ને ભકિતનગર પોલીસના હેડ કોન્સ રણજીતસિંહ સહિતે નાડોદાનગર શેરી નં. ૬ માંથી જય ઉર્ફે કાળુ કિરણભાઇ ચાવડા (ઉ.ર૪) ને દારૂની ર૧ બોટલ સાથે તથા ગોકુલધામ કવાટર નં.૧૮માંથી દારૂની ૮ બોટલ સાથે નરેશ મનજીભાઇ સાતોલાને તથા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ જે.એમ.ભટ્ટ સહિતે રૈયારોડ જ્ઞાનજીવન સોસાયટી શેરી નં.૪માં મકાન પાસેથી જીજે.૮ બી એન.પર૭૩ નંબરની બોલેરો મેકસીજીપમાં પાછળની સીટમાં ચોરખાનું બનાવી તેમાં રાખેલી દારૂની ૧૦૧ બોટલ સાથે સંજય પ્રફુલભાઇ લાઠીગરા (ઉ.૪૮) અને ઓમપ્રકાશ ભાખેરારામ બીશ્નોય (ઉ.ર૪)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.