રાજકોટ
News of Tuesday, 22nd June 2021

મ.ન.પા.ની ભારતનગર પીપીપી આવાસ યોજનામાં મેઇન્ટેન્શન ડખ્ખાઃ લાભાર્થીઓની રજૂઆત

રાજકોટ : શહેરનાં મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મ.ન.પા. દ્વારા ઝૂપડપટ્ટીનાં સ્થળે પાકા ફલેટવાળી પીપીપી આવાસ યોજના બનાવી છે. જેમાં લીફટ, પાણી, લાઇટ સહિતનાં મેઇન્ટેનન્શ બાબતે લાભાર્થીઓમાં ડખ્ખા શરૂ થયા છે. કેમ કે આખી યોજના વચ્ચે લાભાર્થીઓનું માત્ર એકજ એસોસીએશન છે અને તેનાં દ્વારા પુરે પુરૂ મેન્ટેનન્શ થતુ નહી હોવાથી આજે લાભાર્થીઓનું ટોળુ મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી ગયેલ જયાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને આ બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆતનાં પ્રત્યુતરમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે લાભાર્થીઓને વચલો રસ્તો કાઢવા માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં દરેક વિંગનો ૪૦ થી પ૦ ફલેટ ધારકોનું અલગ-અલગ એસોસીએશન કરી નાખવા જણાવેલ જેથી મેન્ટેનન્સમાં કોઇ ડખ્ખા થાય નહીં તસ્વીરમાં મ.ન.પા.ની કચેરીએ રજૂઆત માટે દોડી આવેલ લાભાર્થીઓનું ટોળુ દર્શાય છે.

(4:18 pm IST)