રાજકોટ
News of Tuesday, 22nd June 2021

આર.કે.યુનિ. ત્રંબા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી : કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ

રાજકોટ : ત્રંબામાં આવેલ આર.કે. યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નશીત તેમજ તા.પં. સભ્ય ચેતન પાણ, ભરતભાઇ મકવાણા, તાલુકા મહામંત્રી હિતેષભાઇ ચાવડા, પ્રિયાંશભાઇ રાઠોડ, યોગ ટીચર ચેતનભાઇ પટેલ, હેતીલ રૈયાણી, સતિષભાઇ શીંગાળા, સુભમભાઇ સોજીત્રા અને બહોળી સંખ્યામાં સાથે જોડાયા હતા. આધુનિક જીવનશૈલીમાં અસ્વસ્થ બનતા મનને ફરી સ્વસ્થ બનાવવા યોગ પ્રાણાયમ અકસીર નિવડે છે. તેવા આશય સાથે અહીં સૌને યોગ પ્રાણાયમ કરાવવામાં આવેલ. તદ્દઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિ.પં. રાજકોટ અને પ્રા.આરોગ્ય કેન્દ્ર કસ્તુરબા ધામ ત્રંબાના સંયુકત ઉપક્રમે આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામના મેડીકલ ઓફીસરડો. પંકજભાઇ ગોસરાના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેનું દીપ પ્રાગટય શ્લોક ગાન ઉદ્દઘાટન ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવેલ. આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહ, મામલતદાર શ્રી કથીરિયા, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. પરીક્ષીત પટેલ, પ્રા.શાળાના આચાર્ય શ્રી મકવાણા, નીશીથભાઇ ખુંટ, ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઇ રૈયાની, ઉપસરપંચ મનુભાઇ નશીત તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્ર અને પ્રા.શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:16 pm IST)