જુગારની મીની કલબ ઉપર લોધીકા પોલીસનો દરોડોઃ રાજકોટના ૧૧ સહિત ૧૩ પકડાયા
રાજકોટનો કોન્ટ્રાકટર ધવલ ગજેરા તેના નવી મેંગણી સ્થિત લક્ષ્મણવાટીકા ફાર્મમાં જૂગાર રમાડતો'તોઃ ૯.૧૬ લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ તા. ૧૧ :.. લોધીકાના નવી મેંગણી ગામની સીમમાં ફાર્મમાં ચાલતી જૂગારની મીની કલબ ઉપર લોધીકા પોલીસે રેઇડ કરી રાજકોટના ૧૧ સહિત ૧૩ પતાપ્રેમીઓને ૯.૧૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
નવી મેંગણી ગામની સીમમાં રાજકોટનો કોન્ટ્રાકટર ધવલ બેચરભાઇ ગજેરા રે. ૮૦ ફુટ રોડ કોઠારીયા કોલોની કવાર્ટસ નં. ૮ તેના લક્ષ્મણ વાટીકા ફાર્મમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા લોધીકાના પીએસઆઇ એચ. એમ. ધાંધલ તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા ૧૩ શખ્સોને રોકડા રૂ. ૬પ૭૬૦ ત્રણ વાહનો તથા મોબાઇલ ફોન નંગ ૧૩ મળી કુલ રૂ. ૯,૧૬,૭૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
પકડાયેલ શખ્સોમાં ફાર્મ માલીક ધવલ ગજેરા, ગૌરવ રમેશભાઇ વઘાસીયા, રે. કોઠારીયા રોડ માસ્તર સોસાયટી ગુલાબનગર શેરી નં. ૧ રાજકોટ, મનોજ અશોકભાઇ પીઠવા રે. કોઠારીયા મેઇન રોડ નિલકંઠ સીનેમા પાછળ મેહુલનગર શેરી નં. ર, રાજકોટ, ચિરાગ અશોકભાઇ ગજેરા, રે. કુવાડવા રોડ પાછળ વેકરીયા રોડ, રણછોડનગર રાજકોટ, મોહિલ રાજુભાઇ પરસાણા રે.હરીઘવા રોડ અયોધ્યા સોસાયટી શેરી નં.૩ ખોડલકૃપા રાજકોટ, રતનસિંહ હિરાસિંહ સિન્હા રે. કોઠારીયા મેઇન રોડ સોરઠીયાવાડી શેરી નં. ૬ રાજકોટ, ધનજી ઠાકરશીભાઇ પોકર રે. નાના મહિકા તા.ગોંડલ, શ્રેયસ કરશનભાઇ ઢોકરીયા, રે. ભાવનગર રોડ સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.૩ રાજકોટ, ભાવેશ ભીખુભાઇ વાઘેલા રે. કોઠારીયા રોડ ઘનશ્યામનગર શેરી નં. ૬ રાજકોટ, હિરેન દિનેશભાઇ ગઢીયા રે. કોઠારીયા મેઇન રોડ જયરામ પાર્ક શેરી નં.પ રાજકોટ, સુરજસિંહ હીરાસિંહ સિન્હા રે. કોઠારીયા મેઇન રોડ સોરઠીયાવાડી શેરી નં. ૬ રાજકોટ, ભીખુ કુરજીભાઇ મોણપરા રે. નવી મેંગણી તા.કોટડાસાંગાણી તથા અસ્લમ મહેબુબભાઇ રે.ભવાની ચોક અંકુર સોસાયટી શેરી નં. ૪ રાજકોટનો સમાવેશ થાય છ.
લોધીકા પોલીસે પકડાયેલ તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.