રાજકોટ
News of Saturday, 22nd June 2019

કડવીબાઇ વિદ્યાલયમાં યોગશિબિર

વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલીત સી. કે. ગોહીલ પ્રા. શાળા તથા કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના મધ્યસ્થ મેદાનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં યોગ અને પ્રાણાયામથી થતા ફાયદા વર્ણવવામાં આવ્યા હતા. શાળાના વ્યાયમ શિક્ષક ટ્વીંકલબેન મજેઠીયા તથા મનિષાબેન બાલધાએ માર્ગદર્શન આપેલ. મંડળના નિયામક હિરાબેન માંજરીયા તથા શાળા પરિવારના શિક્ષકો તથા સ્ટાફના સભ્યોએ શિબિરમાં ભાગ લીધો હતો. તેમ શાળાના આચાર્યા શ્રી સ્મૃતિબેન રાજાણી તથા ચેતનાબેન આહ્યાની યાદીમાં જણાવેલ છે.

(3:50 pm IST)