કાલાવડ રોડ પર હોટલના રૂમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મૌલીક ગોર પકડાયો
રાજકોટ તા.૨૨: શહેરના કાલાવડ રોડ પર આવેલી પલ્લવ હોટલમાં ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો છે.
મળતી વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઇમબ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી.ઉનડકટ, પીએસઆઇ, એચ.બી.ધાંધલ્યા, હેડ કોન્સ. સામતભાઇ, રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ, પ્રદિપસિંહ, ડાયાભાઇ,વિરદેવસિંહ, સિધ્ધરાજસિંહ, રઘુવિરસિંહ અને ઇન્દ્રજીતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ રાજેશભાઇ બાળા, રઘુવિરસિસંહ તથા સિધ્ધરાજસિંહને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ પર પલ્લવ હોટલમાં દરોડો પાડી રૂમ નં.૫૦૩માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મૌલીક વૃજલાલભાઇ ગોર (ઉ.વ.૩૨)(રહે.નાગેશ્વર સોસાયટી,જામનગર રોડ)ને પકડી લઇ રૂ.૪૨૦૦ની રોકડ સહિત રૂ.૩૫૨૦૦ની મતા કબ્જે કરી હતી.