રેલનગરમાંથી સરણિયા પરિવારની સગીર દિકરીને ફઇનો દીકરો ફારૂક ભગાડી ગયો
રાજકોટ તા.૨૨: રેલનગર પાસે સંબંધીના ઘરે આવેલી ધ્રોલના સરણિયા પરિવારની સગીર દીકરીને માસીયાઇ ભાઇ પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ધ્રોલમાં રહેતી ૧૭ વર્ષની સગીરા આઠદિવસ પહેલા પરિવાર સાથે રેલનગર પાસે સંતોષીનગરમાં રહેતા સંબંધીના ઘરે આવ્યા હતા. ગઇકાલે સગીરા 'હમણા આવુ છું' કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ કરતા સગીરાની જામનગર પ્રભુરામ બેઠક ઘેટીયુનાળા પાસે રહેતી ફઇ જીંલગ ઉર્ફે રાધા ગેલાભાઇ પરમારનો દીકરો ફારૂક સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતા મંજુબેન ચૌહાણે પ્રનગર પોલીસ મથકમાં નણંદ જીંગલ ઉર્ફે રાધાના પુત્ર ફારૂક પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.એમ.કાતરીયા અને રાઇટર જયેન્દ્રભાઇ તથા વિરભદ્રસિંહએ તપાસ હાથ ધરી છે.