News of Friday, 22nd June 2018
પ્રોજેકટ લાઇફ દ્વારા છ સ્થળે યોગ શીબીર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેકટ લાઇફ દ્વારા શહેરના છ સ્થળોએ યોગ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર, એલ.આઇ.સી. સેન્ટ્રલ એકસાઇઝ, એસ.આર.પી. ઘંટેશ્વર, સન ફલાવર સ્કુલ ખાતે યોજાયેલ આ એકદિવસીય યોગ શીબીરમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. યોગ દિવસના પૂર્વ દિને શાંતિ યોગ માર્ચનું પણ આયોજન કરાયુ હતુ.
(4:23 pm IST)