રાજકોટ
News of Friday, 22nd June 2018

ઈન્ડિયન ઈન્ટેલીજન્સ ગ્રુપની રચના : રવિવારે સમારોહ : મોબાઈલ એપ્લીકેશન લોન્ચ

રાજકોટ, તા. ૨૨ : ભારતમાં યુવા પ્રતિભાઓની કોઈ કમી નથી પરંતુ તેને એક યોગ્ય પ્લેટફોર્મ મળે તથા યુવા શકિતને અનુરૂપ એક કાર્ય - રચના તૈયાર થાય તેવા હેતુથી ભારતની અલગ અલગ ક્ષેત્રની પ્રબુદ્ધ યુવા પ્રતિભાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના સંગઠન ઈન્ડિયન ઈન્ટેલીજન્સ ગ્રુપ (આઈ.આઈ.જી. ફાઉન્ડેશન)ની રચના કરવામાં આવી છે.

આઈ. આઈ. જી. ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રકારના સામાજીક તથા રાષ્ટ્રહિતના અન્ય કાર્યક્રમો આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનો માટે એક કોર્પોરેટ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે જેના માધ્યમથી વિવિધ પ્રકારની યોગ્યતા ધરાવતા યુવાનોને આઈ. આઈ. જી. ફાઉન્ડેશનના વિવિધ બિઝનેસ પ્રોજેકટ્સમાં જોબ આપવામાં આવશે તથા વિવિધ પ્રકારની ટ્રેનીંગ તથા એડવાન્સ ટેકનોલોજીનો લાભ પણ આપવામાં આવશે.

આગામી તા.૨૪ના રવિવારે સવારે ૯:૩૦ કલાકે આઈ.આઈ. જી. ફાઉન્ડેશનનું વિધિવત લોન્ચીંગ કરવામાં આવશે તથા ગ્રુપની વેબસાઈટ તથા એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અપૂર્વમુનિ સ્વામી (બીએપીએસ - સ્વામીનારાયણ મંદિર, રાજકોટ) તથા એમ.એસ. પાવર (ડાયરેકટર - બી. સ્કુલ વિઝીંગ ફેકલ્ટી, અમદાવાદ), હિતેશભાઈ રાણા (ઠક્કર), પ્રેસીડેન્ટ ઈન્ટરનેશનલ લોહાણા યુવા ગ્રુપ, અમદાવાદ) ઉપસ્થિત રહેશે. ટૂંક સમયમાં શરૂ થનાર બે હિન્દી ન્યુઝ ચેનલ ઈનસાઈડ ઈન્ડિયા ન્યુઝ તથા ઈનસાઈડ બિઝનેસ ન્યુઝની પ્રિલોન્ચીંગ તથા પ્રોમો કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.

વધુ માહિતી માટે iigindia1010@gmail.com પર ઈમેલ કરી શકાશે.

તસ્વીરમાં વિરલ ભટ્ટ - ૯૩૭૭૭ ૩૦૫૫૫, પ્રશાંત મીડીયા, જે.સી. નારીયા, ભરત ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૦)

(4:20 pm IST)