રાજકોટ
News of Friday, 22nd June 2018

ડો. લાલસેતા પરિવારની નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલનું રવિવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર નવપ્રસ્થાન

ડર્મેટોલોજી- કોસ્મેટોલોજી અને ડેન્ટલ સારવાર- સર્જરી વિભાગમાં અદ્યતન સવલત ઉપલબ્ધઃ અનુભવી તબીબો અને ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા સારવારઃ વડિલોના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન

રાજકોટ,તા.૨૨: સૌરાષ્ટ્રના જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો.ચેતન લાલસેતા અને તેમના પારિવારીક તબીબની ટીમ સાથેની ડો.લાલસેતા પરિવારની શ્રધ્ધા હોસ્પિટલનું નવી જગ્યા પર નવા અદ્યતન સેટઅપ સાથે આગામી તા.૨૪ને રવિવારે સ્થળાંતર કરવામાં આવશે. નવનિર્મિત શ્રધ્ધા હોસ્પિટલ તા.૨૪ને સવારે ૯ કલાકે તબીબો, સમાજના આગેવાનો, સ્નેહીજનોની ઉપસ્થિતિમાં પરિવારના વડિલોના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. હોસ્પિટલમાં ડર્મેટોલોજીસ્ટ ડો.ચેતન લાલસેતા, હોમિયોપેથી કન્સલટન્ટ ડો.મીલી લાલસેતા, ડેન્ટલ સર્જન ડો. મેહુલ લાલસેતા અને ડો.વૈશાલી લાલસેતા જેવા અનુભવી તબીબો અને ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા ડર્મેટોલોજી- કોસ્મેટોલોજી, હોમિયોપેથી અને ડેન્ટલ સારવાર- સર્જરીની સેવા ઉપલબ્ધ છે.

નવી જગ્યાએ શ્રધ્ધા હોસ્પિટલમાં હાલની તમામ સવલતો ઉમેરવામાં આવી છે. દોઢ દાયકાથી વધુ સમયથી ઈન્દીરા સર્કલ પાસે ડો.લાલસેતા બંધુ સજોડે માનવીય અભીગમ સાથે એથીકલ પ્રેકટીસ કરે છે એ જ ધ્યેય સાથે આગામી દિવસોમાં નવી શ્રધ્ધા હોસ્પિટલ (શ્રી ગિરીરાજ હોસ્પિટલ,૧૫૦ ફૂટ રીંગ રોડ, નવજ્યોત પાર્ક, રાજકોટ) ખાતે વધુ સુવિધાસભર સારવાર ઉપલબ્ધ બનશે. ચામડીના રોગની સારવાર સાથે કોસ્મેટોલોજી અને દાંતના રોગની બધા પ્રકારની સારવાર, સર્જરીની સેવા માટે અનુભવી તબીબોની ટીમ ઉપલબ્ધ છે. આજના જમાનામાં ટાલ, ચામડી લચી પડવી, કરચલી દેખાવી વગેરેના કારણે લોકો મુંઝાયેલા લાગતાં હોય છે ત્યારે વિશ્વ કક્ષાએ શોધાયેલ વિવિધ સારવારની પધ્ધતિ દ્વારા રાજકોટમાં ઘર આંગણે હેર ટ્રાન્સપ્લાન્ટ, લેસર ટ્રીટમેન્ટ વગેરે અદ્યતન સારવાર કરવા અમે સજજ છીએ અને નવા વાળ સાથે સુંદરતા સાથે માનવીમાં કોન્ફીડન્સ પણ વધતો જોવા મળે છે. ડો.ચેતન લાલસેતા છેલ્લાં ૧૬ વર્ષથી ચામડીના રોગના નિષ્ણાંત તથા કોસ્મેટોલોજીસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે. તેમની સાથે ડો.મિલી લાલસેતા કન્સલટન્ટ હોમિયોપેથી તબીબ સાથે કોસ્મેટોલોજીસ્ટ તરીકે સેવા આપે છે.

દોઢ દાયકાથી વધુ સમયની પોતાની પ્રેકટીસ દરમિયાન ડો.ચેતન લાલસેતા દેશ- વિદેશમાં અનેક કોન્ફરન્સમાં ભાગ લઈ ચામડીના રોગ તથા કોસ્મેટોલોજી ક્ષેત્રે નવી નવી શોધ અંગે સતત અભ્યાસ કરતા હોય છે. તેમજ તેઓ ડર્મેટોલોજીસ્ટ એસોસીએસન ઓફ રાજકોટના પ્રેસીડન્ટ તરીકે સેવા આપે છે તથા ઈન્ડીયન મેડિકલ એસોસિએશન- રાજકોટનાં આગામી વર્ષના પ્રેસીડન્ટ તરીકે વરણી પામ્યા છે. રાજકોટમાં થોડા સમય પહેલાં ડર્મેટોલોજીસ્ટની વેસ્ટ ઝોનની કોન્ફરન્સમાં તેઓએ ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

શ્રધ્ધા હોસ્પિટલ ખાતે દાંતના વિભાગમાં દાંતની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. ડો.મેહુલ લાલસેતા અને ડો.વૈશાલી લાલસેતા દ્વારા દાંત- પેઢાની તમામ પ્રકારની તકલીફના સચોટ નિદાન માટે ઈન્ટ્રાઓરલ કેમેરા અને ડિઝિટલ એકસ-રે મશીનની સુવિધા સાથે દાંતના વિવિધ રોગની સારવાર અને સ્ક્રુ પધ્ધતિથી ફિકસ દાંત (ઈમ્પ્લાન્ટ), વાંકા ચુકા દાંતની સારવાર (ઓર્થોડોન્ટીક), ફિકસ દાંત, એક જ બેઠકમાં રૂટ કેનાલ, બ્રીજ, ટીથ વ્હાઈટનીંગ, ફિલીંગ્સ, દાંતની સર્જરી, સ્પાઈલ ડિઝાઈન ડેન્ટલ કોસ્મેટીક સર્જરી વગેરે સેવા આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં લાલસેતા પરિવારના ચાર તબીબો પોતપોતાના ફિલ્ડમાં માસ્ટરી ધરાવે છે. હોસ્પિટલમાં લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની સેવા પણ મળી રહેશે. મિડિયા કન્સલટન્ટ તરીકે વૈભવ વિજ્ઞાપનના વિજય મહેતા સેવા આપે છે.

તસ્વીરમાં ડો.મિલી લાલસેતા, ડો.ચેતન લાલસેતા (મો.૯૮૨૫૧ ૯૯૫૮૫), ડો.વૈશાલી લાલસેતા અને ડો.મેહુલ લાલસેતા (મો.૯૮૭૯૧ ૮૯૩૯૨) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૫)

(4:20 pm IST)