રાજકોટ
News of Friday, 22nd June 2018

કાશ્મીર તથા દેશની એકતા - અખંડિતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ આપેલું બલિદાન નરેન્દ્રભાઈ એળે નહીં જવાદે

જનસંઘ (ભાજપ)ના સ્થાપકને રાજુભાઈ ધ્રુવની ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ

રાજકોટ,તા.૨૨: જનસંઘ (આજના ભાજપ)ના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખરજીના 'બલિદાન દિન' નિમિત્તે તેઓને હૃદયપૂર્વક શ્રદ્ઘાંજલિ પાઠવતાં ભાજપ પ્રવકતા  શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ડો.શ્યામાપ્રસાદ મુખરજી એક પ્રખર શિક્ષણવિદ્દ,  નિર્ભય રાષ્ટ્રનાયક, સ્પષ્ટ વકતા અને ખરા અર્થમાં ભારતમાતાના સપૂત હતા.  દેશના આંગળીના વેઢે ગણી શકાય એટલા સક્ષમ, બાહોશ અને મહાન વિચક્ષણ નેતાઓમાંના તેઓ એક હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને પશ્ચિમ બંગાળને ભારતમાં જોડી રાખવા માટે તેઓએ અમુલ્ય યોગદાન આપ્યું હતું એટલું જ નહીં, પાકિસ્તાનમાં હિન્દુ નરસંહારના મુદ્દે જવાહરલાલ નહેરૂ સાથે ગંભીર મતભેદ થતાં તેમણે કેન્દ્રના મંત્રીપદને ઠોકર મારી દીધી હતી અને આર.એસ.એસ ના દ્વિતીય સરસંઘચાલક પરમ આદરણીય ગુરુજી (માધવરાવ સદાશિવરાવ ગોળવાલકરજી) ના સાથ-સહકાર થી જનસંદ્યની સ્થાપના કરી હતી. ભારત ની લોકશાહી ના પિતા એવા મહાન  સરદાર પટેલ ની વિદાય બાદ નોંધારા થયેલા  જમ્મુ-કાશ્મીરના હિંદુઓ-પંડિતો પરના અમાનુષી અત્યાચાર અટકાવવાના  મુદ્દે તથા જવાહરલાલ નહેરુ ની હિન્દૂ હિત વિરોધી નીતિ ને રોકવા  ડાઙ્ખ. મુખરજીએ આપેલું બલિદાન એળે નહીં જાય.

વધુ  માં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, ડો. મુખરજી ૩૩ વર્ષ ની ઉંમરે અંગ્રેજો ના શાસન માં પણ પોતા ની મેધાવી તેજસ્વીતા ના કારણે કુલપતિ બન્યા હતા અને  શિક્ષણક્ષેત્રે અનન્ય પ્રદાન કરી રહ્યા હતા પરંતુ, પોતાની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાવું જરૂરી લાગતાં ધારાસભાની ચૂંટણી લડ્યા અને રાજકારણમાં સક્રિય બન્યા. મુસ્લિમ લીગની મનમાની પરત્વે કોંગ્રેસની બેફિકરાઈ, ખુશામતખોરી અને પક્ષપાતી વલણ અને હિન્દૂ વિરોધી માનસિકતા પસંદ ના આવતાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી ફરી ચૂંટણી લડ્યા અને ચૂંટાઈ આવ્યા પછી ડો.મુખરજી એક નવા જ અભિગમ સાથે રાજનીતિમાં પ્રવેશ્યા. નહેરુ અને કોંગ્રેસ સરકાર ની હિન્દૂ વિરોધી અને મુસ્લિમ તુષ્ટિકારણ ની અન્યાયકારી  નીતિ સામે ના  કડક વલણથી તેઓ વધુ લોકપ્રિય બન્યા હતા.

''રાજકીય કારકિર્દીનાં ચૌદ જ વર્ષમાં ડો.મુખર્જીએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. રાષ્ટ્રનાયક સરદાર પટેલનાં આગ્રહ ને મન આપી એલ ભારતબંધારણ ઘડવામાં પણ તેમણે સંનિષ્ઠ સહયોગ આપ્યો. સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે વરણી પામ્યા, અને મહાન શિક્ષણશાસ્ત્રી હોવા છતાં  શિક્ષણ મંત્રી બનાવવા ના બદલે ઉદ્યોગમંત્રી બનાવવા છતાં પદને અનુરૂપ સફળ કામગીરી પણ કરી. પરંતુ, એ સમયગાળામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓનાં નરસંહારનાં મુદ્દે વડાપ્રધાન નહેરુ સાથે ગંભીર મતભેદ થતાં શ્યામાપ્રસાદજીએ મંત્રીપદ ઠુકરાવી દીધું હતું. એ પછી આરએસએસના સરસંઘસંચાલક પરમ પૂજય શ્રી ગુરૂજી ની પ્રેરણાથી ડો. મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપ આજનો ભારતીય જનતા પક્ષ અસ્તિત્વમાં આવ્યો.''

''આ પહેલાં પણ, પાકિસ્તાને જવાહરલાલ નહેરૂ ને સમજાવી ને સંપૂર્ણ    પંજાબ અને બંગાળ ને હડપી લેવા કારેલ ષડયંત્ર ને નિષ્ફળ બનાવી  અર્ધા પ્રદેશો  પુનઃ હાંસલ કરવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. નહેરૂની પક્ષપાતી નીતિ અને અકળ ઠંડા વલણના કારણે સંપૂર્ણ કાશ્મીર ભારતના હાથમાંથી છીનવાઈ જ ગયું હોત, પરંતુ, ડો. મુખરજીના અનન્ય સાહસ તેમજ અથાક પ્રયાસોના પરિણામે, આજે કાશ્મીર ભારત નો ભાગ  છે.''

સરદાર પટેલનાં અવસાન પછી નહેરૂ  સત્તાના મદમાં અવિચારી, બેદરકાર અને બેફીકર,આપખુદ  બન્યા હતા. આથી કાશ્મીરનો પ્રશ્ન વણસી ગયો હતો. પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં હિંદુ પ્રજા પર અમાનુષી અત્યાચાર શરૂ થઇ ગયો હતો. તે અટકાવવા ડો. શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીર ગયા, જયાં તેમની ધરપકડ કરવામાં આવી. ૪૦ દિવસના જેલવાસ દરમિયાન ડો. મુખરજીનું ભેદી સંજોગોમાં મૃત્યુ નીપજયું, અને ભારતમાતાએ એક પ્રખર રાષ્ટ્રભકત, અત્યંત સાહસી અને દીર્ઘદૃષ્ટા નેતા ગુમાવી દીધા.

ડો.મુખરજીના રહસ્યમય મૃત્યુ વિષે બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી તથાગત રાય, 'અપ્રતિમ નાયકઃ ડો.શ્યામાપ્રસાદ મુખરજી' નામના પોતાના પુસ્તકમાં લખે છે કે, 'મહાન  સરદાર પટેલ ના અવસાન બાદ ડો.મુખરજી નહેરૂના સૌથી મોટા પ્રતિદ્વંદ્વી બની ગયા હતા તેથી તેમનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હોય તેવી વાત સત્ય માનવાનું સ્વાભાવિક છે.

(4:13 pm IST)