રાજકોટ
News of Friday, 22nd June 2018

દારૂ પી કાર હંકારી નીકળેલા શિક્ષકને પોલીસ સ્ટેશનની હવા ખાવી પડી

દેવપરાના સાગર શંખાવરા (પટેલ)ની સહકાર રોડ પરથી થઇ ધરપકડ

રાજકોટ તા. ૨૨: બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની જેની જવાબદારી છે એવા શિક્ષક જ નશો કરીને નીકળતાં પોલીસ સ્ટેશનની હવા ખાવાની વેળા આવી હતી.મોડી રાત્રે પોણા એક વાગ્યે સહકાર સોસાયટી મેઇન રોડ પર બજરંગ પાન નજીક ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જીજે૩એચકે-૯૪૧૨ નંબરની હુન્ડાઇ કાર શંકાસ્પદ જણાતાં અટકાવીને તલાશી લેતાં ચાલક નશો કરેલી હાલતમાં હોઇ એમવીએકટ ૧૮૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી પાંચ લાખની કાર કબ્જે કરી હતી. ઝડપાયેલા શખ્સનું નામ સાગર હરજીભાઇ શંખાવરા (પટેલ) (ઉ.૩૨-રહે. દેવપરા-૪) હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં તેને પોલીસ સ્ટેશને લઇ જઇઇ કાર્યવાહી કરવામાં આવી હતી. આ યુવાન ખાનગી શાળામાં શિક્ષક હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. (૧૪.૧૧)

(4:12 pm IST)