રાજકોટ
News of Friday, 22nd June 2018

કાલાવડ રોડ-સંતકબીર રોડ પરના વોંકળામાંથી ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન

એવરેસ્ટ પાર્ક વિસ્તારના વોંકળામાંથી ઝુપડા રબીશ ઝાડી તથા સંતકબીર રોડ પરના વોંકળામાંથી કાચી દિવાલ સહિતના કાચા-પાકા દબાણો હટાવાયાઃ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.રર : મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વનવીક વન વોંકળા અંતર્ગત કાલાવડ રોડ અને સંતકબીર રોડ વિસ્તારના વોંકળામાં ગેરકાયદે ખડકાયેલ ઝૂંપડા, કાચી દિવાલ સહિતના દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ કમિશ્નર બન્છાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ શહેરના સંત કબીર રોડ તથા કાલાવડ રોડ પરના વોર્ડ નં.૧૦ એવરેસ્ટ પાર્કથી મોટામવા સ્મશાન પાસે વનવીક વન વોંકળા અંતર્ગત સોલિડ વેસ્ટ શાખા તથા બાંધકામ શાખા દ્વારા સુચવેલ હયાત વોટર (વોંકળા)માં નડતરરૂપ કાચા-પાકા દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ખીમાભાઇ ભલાભાઇ ગઢવી, પોલાભાઇ મેરામભાઇ, ઘુસાભાઇ ભરવાડ, સુખદેવભાઇ ઝાલા, ધીરૂભાઇ રણછોડભાઇ પાટડીયા, દુધેશ્વર વાળા વોંકળા, સહિત પાંચ કાચી દિવાલ તથા કાલાવડ રોડ પરના વોંકળામાંથી ઝુપડા, મીડ, રખીશ દબાણો દુર કરાયા હતા.

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વન વીક વન વોંકળા અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી.જી. ડી.જોીષ, જે.જે. પંડયા તથા એ.એમ.વેગડ તથા ઇસ્ટ ઝોનનો તમામ ટી.પી.સ્ટાફ હાજર રહેલ.

આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોન શાખાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરશ્રી એ.જે. પરસાણા, આર.એન. મકવાણા, તથા ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ, તથા વીજીલન્સ શાખાના ડી.વાઇ.એસ.પી.શ્રી ઝાલા પી. એસ. આઇ. ચુડાસમા તથા તેમનો સ્ટાફ, રોશની શાખા તથા જગ્યા રોકણ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.(૬.૧૬)

 

(4:08 pm IST)