રાજકોટ
News of Friday, 22nd June 2018

રાજકોટ સહિત રાજયભરમાં ૬ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન માઇક્રો મીશન યુનીટ ઉભા થશે

રાજકોટ યુનીટ માટે ડીવાયએસપી, પીઆઇ, સબ ઇન્સ્પેકટર અને પોલીસ સ્ટાફ સહિત ૧૧ જગ્યા મંજુર

રાજકોટ, તા., રરઃ રાજય સરકારના ગૃહ વિભાગના નિર્ણય મુજબ રાજકોટ સહિત ૬ સ્થળોએ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીશન માઇક્રો મીશન હેઠળ ૬ પ્રોજેકટ માટે ૧૦પ કર્મચારીઓની નિમણુંક કરવા  મંજુરી આપવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં સાયબર ક્રાઇમ  યુનીટ  કાર્યરત રહેશે અને ક્રાઇમ બ્રાન્ચ સંલગ્ન કામગીરી બજાવશે.

નવા સાયબલ ક્રાઇમ યુનીટ માટે બીન હથીયારી ડીવાયએસપી -૧, પોલીસ ઇન્સ્પેકટર (વાયરલેસ)-૧, બીન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર-૧, બીન હથીયારી હેડ કોન્સ્ટેબલ-૩, બીન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ-પ સહિત ૧૧ નું સ્ટ્રેન્થ મંજુર કરવામાં આવ્યું છે.

નવા ડીવાયએસપીની નિમણુંક ન થાય ત્યાં સુધી આ યુનીટનો ચાર્જ ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા પાસે રહેશે તેમ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું છે. (૪.૯)

 

(4:04 pm IST)