રાજકોટ
News of Friday, 22nd June 2018

કાલાવડ રોડ ઉપર આવેલ કરોડોની જમીન અંગેનો દાવો રદ કરતી કોર્ટ

રાજકોટ તા ૨૨ : રાજકોટ મા ંસમાવિષ્ટ થયેલ નાનામૈવા તરીકે ઓળખાતો વિસ્તાર કે જે આત્મીય કોલેજનીપાછળ આવેલ છે તે નાનામવા રે.સ.નં. ૬૩/૧ ની જમીન એકર ૫-૦૦ ગુંઠાના કરારના વિશેષ અમલ બાબતે પટેલ સીયાણી નગર કો.ઓ.હા.સો. (સુચીત) ના પ્રમુખ પ્રમોટર ડાયાભાઇ રત્નાભાઇ સોજીત્રા  તથા અન્ય બાવન સભ્યોએ રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ જેકોટએ ના મંજુર કરેલ છે.

દાવાની વિગતો મુજબ નાના મવા રે.સ.નં.૬૩/૧ ની જમીન એક ૫-૦૦ ગુંઠા કે જે વાદી સુચીત સોસાયટીએ પ્રતિવાદી ગુજરનાર નિરૂભા કલુભા જાડેજા વિગેરે પાસેેથી એક એકરના ૧ લાખ મુજબ તા. ૨૫/૧૦/૮૦ ની વિગતે સાટાખત કરારથી ખરીદ કરવાનો કરાર કરેલ હતો અને પાર્ટપેમેન્ટ સ્વરૂપે રૂા ૪૫૦૦૦/- ચુકવી આપેલ. વાદીના દાવા મુજબ પક્ષકારો વચ્ચે થયેલ સમજુતી મુજબ પક્ષકારો વચ્ચે થયેલ સમજુતી મુજબ જમીનનું કુલ ક્ષેત્રફળ બંને પક્ષકારોએ ૨૪૦૦૦ ચો.વાર (સાર્વજનીક પ્લોટની જમીન બાદ થતા) ગણવાનું નક્કી થયેલ અને વેચાણ દસ્તાવેજ કરવાની મંજુરી મળવાની તારીખથી ૧૨૦ દિવસમાં જમીનનોપાકો વેચાણ દસ્તાવેજ વાદી સોસાયટીએકરાવી લેવાનો હતો આ પરવાનગી મેળવવાની કાર્યવાહી સોસાયટીએ મેળવવાની હતી.

વાદી સાથે કરાર થયા બાદ શ્રી ભાવના કો.ઓ.હા.સો.લી. ના પ્રયોજક નટુભાઇ ભવાનભાઇ રાઠોડ વગેરે સાથે તા. ૨૩/૦૩/૮૧ ના સાટાખત કરી વાદી એ સોદો કરેલ જે સોદો રદ થયેલ છે. કરારની શરતમુજબ વાદી પોતાના નામે અથવા જે ખેડુતનું નામ  સુચવે તના નામે ખેતી જમીન ટ્રાન્સફર કરવાની મંજુરી મેળવી દસ્તાવેજ કરવાનું નક્કી થયેલ. ત્યારબાદ વાદીઓએ તા.૧૪/૦૩/૯૦ ના રોજ પ્રતિવાદીન ેકરારના વિશેષ અમલ બાબતે જાણ કરવા છતાં પ્રતિવાદીઓએ કરારનો વિશેષ અમલ નહીં કરી આપતા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ.

આ કામમાં પ્રતિવાદીએ હાજર થઇ વિગતવાર જવાબ તથા વાંધાઓ રજુ રાખેલ. જેમાં વાદી તરફે આશરે ૨૮ દસ્તાવેજો રજુ થયેલ અને પ્રતિવાદી તરફથી આશરે ૧૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ.

આ કામમાં સમગ્ર ટ્રાયલના અંતે બંને પક્ષકારો દ્વારા દલીલ સાથે વાદી સોસાયટી દ્વારા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આશરે૧૬ ચુકાદાઓ રજુ થયેલ  તે તમામ ધ્યાને લઇ નામદાર નીચેની અદાલતએ ફરમાવેલ છે કે, બંને પક્ષકારો વચ્ચે થયેલ કરાર મુજબ ગુજરાત હા. કો.ઓ.હા. સો. એકટ તથા ભારતીય કરાર ધારાના પ્રબંધો વિરૂધ્ધનો હોય, તેવા બાનાખત કે સાટાખતને આધારે વાદી સોસાયટીને કેતેના પ્રયોજકને દાવો દાખલ કરવાનો કોઇ કારણ ઉપસ્થિત થતું ન હોય, તેઓ આ પ્રકારનો દાવો દાખલ કરવા કે અન્યે દાદ મેળવવા હકકદાર બનતા નથી. તેવું ઠરાવી ૨૮ વર્ષ જુનો કરોડો રૂપીયાની જમીન બાબતેનો દાવો નામંજુર કરેલ છે.

આ કામમાં સ્વ.નિરૂભા કલુભા જાડેજાના વારસો વતી વિકાસ કે શેઠ, અલ્પા વિ.શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા, એડવોકેટ દરજ્જે રોકાયેલા છે. (૩.ે૧૩)

 

(4:03 pm IST)