રાજકોટ
News of Friday, 22nd June 2018

મારા મારી અને વાહનો સળગાવવાના ગુનામાં સામેલ મીત ઉર્ફ ભાજી પાસામાં ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો

રાજકોટ તા. ૨૨: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક શખ્સને પાસામાં ધકેલી દીધો છે. શ્રીનાથજી સોસાયટી-૨માં રહેતાં મીત ઉર્ફ ભાજી રમેશભાઇ ખગરામ (ઉ.૨૧)ને પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયો છે.

મીત ઉર્ફ ભાજી વિરૂધ્ધ મારામારીના અને વાહન સળગાવવાના ગુના નોંધાયા હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત તૈયાર થતાં અનુપમસિંહ ગહલોૈતે તે મંજૂર કરી વોરન્ટ ઇશ્યુ કરતાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, રાણાભાઇ કુગશીયા, દિગપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ગમારા, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રવિણભાઇ જામંગ સહિતે વોરન્ટની બજવણી કરી વડોદરા જેલહવાલે કર્યો છે.

(12:45 pm IST)