રાજકોટ
News of Friday, 22nd June 2018

રૈયાધારમાં ફોન કરવા મામલે ખોટી શંકા કરી કુમાર અને ભાવેશ પર હુમલો

બંને દેવીપૂજક ભાઇઓને મામા, માસા, માસીયાઇ ભાઇઓએ ધોકાવ્યા

રાજકોટ તા. ૨૨: રેયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં બે દેવીપૂજક ભાઇઓ પર તેના જ મામા અને માસા તથા માસીયાઇ ભાઇઓએ ફોન કરી છોકરીની બદનામી કરવા બાબતનો આરોપ મુકી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

રૈયાધાર રહેતાં અને ભંગારનો ધંધો કરતાં ભાવેશ ગુગાભાઇ વાઘેલા (ઉ.૨૪) તથા તેના ભાઇ કુમાર ગુગાભાઇ વાઘેલા (ઉ.૨૦) નામના દેવીપૂજક ભાઇઓ પર તેના મામા સુરેશભાઇ છોટુભાઇ, માસા મુનાભાઇ જોઇતાભાઇ અને માસીયાઇ ભાઇઓ દશરથ મુના તથા વિજય મુનાએ હુમલો કરી માર મારતાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

ભાવેશના કહેવા મુજબ તેના સાળાના ફોનમાં કોઇએ ફોન કરી મામાની દિકરી વિશે એલફેલ બોલતાં ગાળાગાળી થઇ હતી. આ બાબતે મામા અને માસાને જાણ થતાં તેણે તમે જ ફોન કરાવો છો...તેમ કહી ખોટો આરોપ મુકી હુમલો કર્યો હતો.

(11:17 am IST)