રાજકોટ
News of Friday, 22nd June 2018

ચુનારાવાડ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ સાઇકલો-ટાયરો ખડકનારા સામે ગુનો

પી.આઇ. ગડુએ ચાર્જ સંભાળતા લુખ્ખા-આવારા તત્વો ભોંભીતર

રાજકોટ તા. ૨૨: થોરાળા પોલીસ મથકમાં પી.આઇ. તરીકે એસ. એન. ગડુએ ચાર્જ સંભાળતા જ આ વિસ્તારના લુખ્ખા-આવારા તત્વો ભોંભીતર થઇ ગયા છે. લગભગ દરરોજ પી.આઇ ગડુ અને ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ કરે છે અને સતત વાહન ચેકીંગની કામગીરી કરે છે. તેમજ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરતાં અને સામાન ખડકનારા શખ્સો સામે કાર્યવાહી કરે છે. ચુનારાવાડ રોડ પર આ રીતે સાઇકલો અને ટાયરોનો ઢગલો કરનારા સામે ગુનો નોંધાયો છે.

એએસઆઇ ડી. કે. ડાંગર, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, રોહિતભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચુનારાવાડ રોડ વૈશાલી સ્ટુડીયો પાસે દિપક સાયકલ સર્વિસ નજીક ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે સાયકલો રાખવામાં આવી હોઇ તેમજ પચાસેક ટાયરોનો ખડકલો કરાયો હોઇ દૂકાનદાર હેમતભાઇ નીચલદાસ મોટવાણી (ઉ.૪૪) સામે આઇપીસી ૨૮૩ મુેજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(11:17 am IST)