રાજકોટના યુવાન ગૌરવ ભડિયાદરાનો ફેશન શો દ્વારા ટેલેન્ટ પરખવાનો અનોખો પ્રયાસ!
રાજકોટ : આમતો રાજકોટ મનોરંજનનું એક મોટું ક્ષેત્ર બની ગયું છે, અને છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોના શૂટિંગ અને ઓડિશન પણ અહિયાં થવા લાગ્યા છે, હવે આમાં ફેશન શો પણ એક અલગ પ્લેટફોર્મ બની ગયું છે. હાલમાં યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કાઠિયાવાડી કસુંબોમાં યોજાયેલ કલક એન્ટરપ્રાઇઝ મિસ્ટર એન્ડ મિસિસ ફેશન-૨૦૧૮ ગૌરવ ભડિયાદરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦થી વધારે રાજકોટના અનેક ટેલેન્ટેડ યુવા - યુવતીઓએ પોતાની ટેલેન્ટ દેખાડી હતી અને રેમ્પવોક કરી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
ગૌરવ ભડિયાદરાએ આ સમયે જણાવ્યું હતું કે "હું છેલ્લા ઘણા વર્ષોથી ફેશન શો ફિલ્ડમાં જોડાયેલ છું અને હું માત્રને માત્ર ફેશન શો જ કરવા માગું છે. મને લાગે છે કે આ એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા ટેલેન્ટેડ યુવા/યુવતીઓ અને બાળકો બિન્દાસ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે. અમારો આ પ્રયાસ સતત ચાલુ રહશે અને રાજકોટમાં છુપાયેલ હુનરને બહાર લાવવાનો અમે સતત પ્રયાસ કરતા રહેશું” તેમ દિનેશ ઝાલાની યાદીમાં જણાવાયું છે.