રાજકોટ
News of Friday, 22nd May 2020

ગામડાવાળા, ચેતતા રહેજો...ગમે ત્યારે પંચાયતની ફલાઇંગ સ્કવોડ ત્રાટકશે

રાજકોટ જિલ્લામાં માસ્ક સહિતની તપાસ માટે ટુકડીઓ કાર્યરત કરતા ડી.ડી.ઓ.: ગામડામાં નવા પ્રવેશે તે કોરોન્ટાઇન નહિ પણ તેની માહિતી રખાશે : હું પણ કોરોના વોરિયર અભિયાન

રાજકોટ તા. ૨૨: જિલ્લા પંચાયત દ્વારા 'હું પણ કોરોના વોરિયર' અભિયાનમાં સૂર પૂરાવવામાં આવ્યો છે. લોકોમાં જાગૃતિ વધારવા ઉપરાંત નિયમોનું પાલન કરાવવા માટે ફલાઇંગ  સ્કવોડ  બનાવવામાં આવી છે.

કોરોના સામેની લડાઇમાં જનજનની ભાગીદારી માટે ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રિ વિજયભાઇ રૂપાણીએ 'હું પણ કોરોના વોરિયર' રાજ્યવ્યાપી ભિયાનની શરૂઆત કરાવેલ છે. તે તારીખ ૨૧ થી ૨૭મે એક અઠવાડિયા સુધી ચાલશે તેની ગ્રામ્ય કક્ષાએથી જનજાગૃતિ સહ અમલવારી  કરી અને કરાવવા માટે સમર્થન સહ સહયોગ સાથેનો દ્રઢ વિકલ્પનો કાર્યક્રમ  રાજકોટ જિલ્લા પંચાયતના  વહીવટી કર્મચારી મંડળ તલાટી કમ મં્રી મંડળ , આરોગ્ય  કર્મચારી મંડળ વિગેરે કર્મચારી સંગઠનના પ્રતિનિધીઓ દ્વારા યોજવામાં આવેલ હતો.  આ અભિયાનને  સફળ બનાવવા માટેનું આયોજન ઘડાયુ હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ અકલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કોરોના સામે જરૂરી સાવચેતી રાખવા લોકોમાં જનજાગૃતિ વધારવા તાલુકાવાઇસ પંચાયતની ફલાઇંગ સ્કવોડ ગામડાઓમાં અણધારી મુલાકાત લેતી રહેશે. માસ્ક, સેનીટાઇઝ, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરેનું  પાણી થાય છે કે નહિ તેની તપાસ કરવામાં  આવશે. નિયમ ભંગ જણાય તો દંડ સહિતની  કાર્યવાહી  કરવામાં આવશે. ગામડાઓમાં અન્ય શહેર કે ગામથી આવતા લોકોએ પંચાયતને જાણ કરવી જરૂરી છે. હવે નવા કોઇને હોમ કોરોન્ટાઇન નહિ કરાય પણ માહિતી રખાશે કોઇને મહામારીના લક્ષણ જણાય તો સરકારની  ગાઇડ લાઇન મુજબ  કરવામાં આવશે. લોકો આ લડતમાં તંત્રને સહકાર આપી રહ્યા છે અને  આપતા રહેશે તેવી આશા છે.

શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડુ ઉઘરાવવાની કામગીરી મહેસૂલી  કર્મચારીઓ ન કરે તો પંચાયતના તલાટીઓ પણ નહિ કરે તેવી મંડળની જાહેરાત અંતમા પ્રશ્નના જવાબમાં  ડી.ડી.ઓએ જણાવેલ કે આ અંગે તલાટી  મંડળે  મને અને કલેકરશ્રીને આવેદન આપેલ છે. હાલ તો બન્ને વિભાગના કર્મચારીઓ સાથે  મળીને  કરી રહ્યા છે.  કોરોના સામેની લડતમાં સૌનો સાથ જરૂરી છે.

(11:28 am IST)