રાજકોટ
News of Wednesday, 22nd May 2019

શહેર પોલીસ માટે ડિટેકશનનો દિવસ

 હત્યાનો ગુનો, રિક્ષામાં બેસી મુસાફરોના ખિસ્સા કાપતી ગેંગનો પર્દાફાશ, દૂકાનોના શટર તોડી ચોરી કરતાં ઝડપાયેલા શખ્સ તેમજ લોધીકા પોલીસમાં નોંધાયેલી ચોરીના ગુના સહિતના ડિટેકશનની તેમજ આવતી કાલના મત ગણતરી સંદર્ભે રખાયેલા પોલીસ બંદોબસ્તની માહિતી આજે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. વી. કે. ગઢવી, પી.આઇ. એ. એલ. આચાર્ય, પી.આઇ. વી. વી. ઓડેદરા સહિતે વિગતો આપી હતી. સાથે અલગ-અલગ ડિટેકશન કરનાર ટીમના કર્મચારીઓ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:10 pm IST)