રાજકોટ
News of Wednesday, 22nd May 2019

શિવ હ્યુન્ડાઇમાં નવી કોમ્પેકટ એસયુવી વેન્યુ કારનું લોંચીગ

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી કાર અને લકઝરીયસની આગવી ઓળખ ધરાવતી હ્યુન્ડાઈ મોટર્સ તરફ થી તેની નવી કોમ્પેક એસયુવી કાર વેન્યુનું લોંચીંગ રાજકોટની આગવી ઓળખ ધરાવતી ડીલરશીપ શિવ હ્યુન્ડાઈ ખાતે કંપનીના ડાયરેકટર શ્રી વિષ્ણુભાઈ પટેલ, પ્રદિપભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ તથા સૂર્યકાંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ કારની લકઝરીયસનેસ અને આગવા ફીચર્સ   કસ્ટમરમિત્રોએ નિહાળ્યા હતા. આ એસયુવી કાર તેની સેગમેન્ટમાં સર્વપ્રથમ વખત આઈ બ્લ લીંક ફીચર્સથી સજ્જ છે જેથી તમે કારને  મોબાઈલ દ્વારા ઓપરેટ કરી શકો છો. ઉપરાંત ક્રુઝ કન્ટ્રોલ, ઈલેકટ્રોનિક સનરૂફ, ઈકો કોટીંગ, ઓટો લાઈટ કન્ટ્રોલ જેવા અત્યાધુનિક ફીચર્સ આ ગાડીની લકઝરીયસતા માં ઉમેરો કરે છે. આ એસયુવી કાર વેન્યુ ફકત રૂ. ૭.૫૦ લાખ થી શરૂ થઈ ને પેટ્રોલમાં ૭ વેરીએન્ટ અને ડીઝલમાં ૫ વેરીએન્ટ સાથે ઉપલબ્ધ છે. શિવ હ્યુન્ડાઈ તથા શો-રૂમના જનરલ મેનેજર શ્રી એન.એન. જાડેજા તરફ થી આ કારનું લાઈવ ડેમો તથા ટેસ્ટડ્રાઈવ શિવ હ્યુન્ડાઈ પી.ડી. માલવીયા કોલેજ પાસે તથા કુવાડવા રોડ ખાતે  નિમંત્રણ અપાયું છે.

(4:07 pm IST)