જૂના વણકરવાસમાં વછેરાને દોડાવવાની ના પાડવા જતા કાકા-ભત્રીજા પર ૪ શખ્સોનો હુમલો
ભત્રીજા વિશાલ વાઘેલાની ફરિયાદઃ રાકેશ પરમાર, ઉમેદ મકવાણા, જયેશ મકવાણા તથા એક અજાણ્યા સામે ગુનો
રાજકોટ તા.૨૨: મોટામવા જૂના વણકરવાસમાં ઘોડીના વછેરાને દોડાવવાની ના પાડવા જતા વમકર કાકા-ભરીજા પર ચાર શખ્સોએ લાકડી તથા પાઇપ વડે માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મોટામવા વણકરવાસમાં રહેતો વિશાલ શામજીભાઇ વાઘેલા (ઉ.વ.૧૫) ગઇકાલે પોતાના ઘરે હતો. ત્યારે પોતાના ઘરે રાખેલી ઘોડીના વછેરાને ઘર પાસે રહેતો રાકેશ હેમંતભાઇ પરમાર, ઉમેદ મકવાણા, જયેશ વિનુ મકવાણા તથા એક અજાણ્યો સહિતના શખ્સો દોડાવતા હોઇ, તે બાબતે વિશાલે તેને નાપાડતા ચારેય શખ્સોએ ઝઘડો કર્યો હતો. બાદ વિશાલે ઘરે આવી તેના કાકા રમેશભાઇ માલાભાઇ વાઘેલા (ઉ.વ.૩૨)ને વાત કરતા વિશાલ અને તેના કાકા રમેશભાઇ બંને ચોરયને ઠપકો આપતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઇને લોખંડના પાઇપ તથા લાકડીવડે મારમારી જાનથી મારીનાખવાની ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે વિશાલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ આર.જી.ચૌહાણે તપાસ આદરી છે.