રાજકોટ
News of Wednesday, 22nd May 2019

માલવીયા કોલેજ દ્વારા વેકેશનમાં અંગ્રેજી ભાષા શિખવા માટે વર્કશોપ

તા.૨૭ થી ૩ દરમિયાન વિનામૂલ્યે અંગ્રેજી લીશનીંગ, રીડીંગ, સ્પીકીંગ, રાઈટીંગ સહિતનું જ્ઞાન અપાશે

રાજકોટઃ શ્રી પી.ડી.માલવિયા કોલેજ દ્વારા શરૂ થયેલ સેન્ટર ઓફ એકસેલન્સ દ્વારા અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ માટે તા.૨૭ થી તા.૩ જુન દરમ્યાન વિવિધ વિનામૂલ્યે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. અંગ્રેજી ભાષા કૌશલ્યમાં લીશનીંગ, રીડીંગ, સ્પીકીંગ, રાઈટીંગ, પ્રેઝન્ટેશન, યોગ્ય શબ્દપ્રયોગ વગેરે અલગ- અલગ કૌશલ્યનો સમાવેશ થાય છે. અંગ્રેજી ભાષા શીખનાર પોતાની જરૂરીયાત અને કાર્યક્ષેત્ર મુજબ શીખે તો ઝડપથી શીખી અસરકારક રીતે તેનો ઉપયોગ કરી શકે છે.

સામાન્ય રીતે અંગ્રેજી શિક્ષણમાં દરેક શીખનારને એક સમાન ગણવામાં આવે છે. જેથી દરેકને પોતાને જરૂરી હોય અને ન હોય તેવું બધું જ શીખવું પડે છે. કેટલુંક સામાન્ય હોય પરંતુ વિવિધ વ્યવસાય કે અભ્યાસક્ષેત્રને અનુરૂપ શબ્દપ્રયોગ, વાકયરચનાઓ કે ભાષાકીય શિષ્ટાચારનો તેમાં સમાવેશ થતો જ ન હોય. દરેક વ્યકિતનું અંગ્રેજી ભાષામાં સ્તર કયું છે તથા ભાષા શીખીને કયા ક્ષેત્રમાં ઉપયોગી કરવા માગે છે. જેવી મહત્વની બાબતોની છણાવટ કરી અને જરૂરીયાત મુજબ પરિણામ મેળવી શકે તે વિશે સંપૂર્ણ સમજ આ વર્કશોપમાં પૂરી પાડવામાં આવશે.

આથી આ સેન્ટર ઓફ એકસેલેન્સ દ્વારા ઉચ્ચ અભ્યાસક્ષેત્રનું અંગ્રેજી, નર્સિંગ કે મેડીકલક્ષેત્રનું અંગ્રેજી બાળકના (અંગ્રેજી માધ્યમમાં ભણતા) માતા- પિતા તરીકે જાણવા જોગ અંગ્રેજી જે બાળકને ઘરે અભ્યાસ કરાવવા, પેરેન્ટ્સ મીટીંગ્સમાં અસરકારક રીતે ભાગ લઈ શકવા, તેમના અભ્યાસક્રમને વ્યવસ્થિત સમજી શકવા સામર્થ્ય પ્રદાન કરે, હાલમાં કાર્યરત એવા અંગ્રેજી શિક્ષકો માટેનું અંગ્રેજી- જે તેમને આપે વૈશ્વિક દ્રષ્ટિકોણ તથા આંતરરાષ્ટ્રિય કારકિર્દી ઘડવાની સમજણ વગેરે એવા વિવિધ એકદિવસીય આ વર્કશોપમાં ભાગ લેનાર દરેકના ભાષાના વિવિધ કૌશલ્યોનો અભ્યાસ કરી તેમને વિકસાવવા ઉપચારાત્મક સમજણ અને તાલીમ પુરી પાડવામાં આવશે.

આવા વિવિધ વર્કશોપમાં રસ ધરાવતી વ્યકિતઓએ તા.૨૫/૫/૨૦૧૯ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન શ્રી પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સના સેન્ટર ઓફ એકસેલન્સ પર રૂબરૂ અથવા કોન્ટેકટ નંબર ૯૩૨૭૯ ૩૩૩૧૩ પર કરાવી આપવા જણાવાયું છે.

(3:42 pm IST)