વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ચલાવાતા નિઃશુલ્ક વર્ગના ધો.૧૦ ના ૭ છાત્રો ઝળકયા
રાજકોટ તા. રર : વાટલિયા પ્રજાપતિ સમાજની વાડીએ મોહિત વોરા સર દ્વારા ચલાવાતા ધો.૧૦ અને ૧રના નિઃશુલ્ક વર્ગોમાં માર્ચ ર૦૧૯માં લેવાયેલ ધોરણ ૧૦ની બોર્ડ પરિક્ષામાં વર્ગના ૯ વિદ્યાર્થીઓ માંથી સાત વિદ્યાર્થીઓએે ઉચ્ચ ગુણ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં ધંધુકિયા બંસી ૯૮.૧ર પી.આર., અમેથીયા પાર્થ ૯૬.૮૦ પી.આર., ગોંડલીયા સોહમ ૯૪.૯૮ પી.આર., ગોંડલીયા ભાર્ગવ ૯૪.૬૬ પી.આર., સરવૈયા હીના ૯૩.પ૩ પી.આર., રાવલ મીત ૯ર.૪ર પી.આર., કટકીયા હર્ષલ ૯૦.ર૮ પી.આર., ગોંડલીયા હાર્દિક ૮૬.૭૮ પી.આર.,અને માળવી પાર્થ ૭૭.૬પ પી.આર., કુલ ૯ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓ ૯૦ અપ પી.આર., મેળવેલ ે છે.આ સાબિત કરે છેકે આપણામાં સમાજમાં પ્રતિભાની કમી નથી.વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમાજની વાડી ખાતે દરરવિવારે ૪ થી૬ ધો. ૧૦ અને ૧ર ના વર્ગો નિઃશુલ્ક શરૂ કરાયેલ છે. પ્રવેશ મેળવવા માટે વાડી ખાતે મોહીત વોરા સરનો સાંજના ૪ થી ૬ સંપર્ક કરવો.વર્ગ શરૂ કરવામાં જાબાલ કટકિયાએ ભારે જહેમત ઉઠાવી આ સફળતા હાંસલ કરાવેલ છે.