રાજકોટ
News of Wednesday, 22nd May 2019

પાઠક સ્કુલનું ૯૬% ઝળહળતુ પરિણામ : ૬ છાત્રોને એ-૧ ગ્રેડ

રાજકોટ : ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ માર્ચ-૨૦૧૯ની પરીક્ષામાં શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ઓએસઈએમ પાઠક સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. શાળાનું પરિણામ ૯૬% આવેલ છે તથા શાળાના ૬ વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે કલોલા ભકિત પી. આવેલ છે. તેઓએ ૯૯.૮૮ પીઆર મેળવેલ છે. બીજા ક્રમે માલવીયા રૂચિતા ૯૯.૭૩ પીઆર મેળવેલ છે. તથા ૯૯.૬૨ પીઆર સાથે વેકરીયા હાર્દિક એન. ત્રીજા ક્રમે આવેલ છે. તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે મજોઠી અનલ એ. આવેલ છે. તેઓએ ૯૯.૬૪ પીઆર મેળવેલ છે. બીજા ક્રમે જાડેજા દક્ષરાજસિંહ આવેલ છે. તેમણે ૯૯.૬૦ પીઆર મેળવેલ છે તથા ૯૯.૦૩ પીઆર સાથે નાણાવટી વરદા ત્રીજા ક્રમે આવેલ છે. આવી જ રીતે મેળવતા ગુજરાતી માધ્યમમાં ૨૨ વિદ્યાર્થીઓ છે તેમજ અંગ્રેજી માધ્યમમાં ૫ વિદ્યાર્થીઓ છે. આ તકે શાળાના ચેરમેન સુમંતભાઈ પટેલ, મે.ટ્રસ્ટી ભવ્યદીપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક અને ટ્રસ્ટી વલ્લભભાઈ ચોવટીયા તેમજ સમગ્ર શાળા પરીવાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:40 pm IST)