રાજકોટ
News of Wednesday, 22nd May 2019

આજી ડેમમાં વાહન ધોનારા ૧૯ દંડાયા : ૪ હજારનો દંડ

વાહન ધોઇને જળ પ્રદૂષિત કરનાર સામે આકરી કાર્યવાહી કરતા બંછાનિધી પાની

રાજકોટ તા. ૨૨ : શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવાઙ્ગઆજી-૧ ઙ્ગડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ઘ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંબંધિત અધિકારીશ્રીઓને અપાયેલી સૂચના અનુસાર તા.૧૩ મે થી તા.૧૯ મે સુધીમાં ૧૯ વાહન ચાલકો પાસેથીઙ્ગડેમમાં વાહન ધોવા બદલ રૂ. ૩,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરાયેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ કહ્યું હતું કે,ઙ્ગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે આવશ્યક તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જોકે આમ છતાં જળાશયોમાં કે વોંકળાઓમાં અને સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કોઈ કોઈ લોકો કચરો ફેંકતા હોવાની હકિકત ધ્યાનમાં આવતી રહે છે. રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા શાખાના જવાનો દ્વારાઙ્ગઆજીઙ્ગડેમઙ્ગ સ્ત્રાવ વિસ્તાર સહિતના આજુબાજુના એરીયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે. ઙ્ગજળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તોઙ્ગ અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

કમિશનરશ્રીએ જાહેર જનતા જોગ એક અપીલમાં એમ કહ્યું હતું કે, શહેરના જળાશયો એ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય સાથે સીધીરીતે સંકળાયેલ સંવેદનશીલ સુવિધા છે. જળાશયો છે તો શહેરની સુખાકારી છે અને તો જ તેમાં વિકાસનો અવકાશ રહે છે. જળાશયોમાં સંગ્રહિત પાણી સૌ કોઈ માટે જીવાદોરી છે ત્યારે તેની શુધ્ધતા સાથે ખીલવાડ કરવો એ ગંભીર ગુન્હાઈત કૃત્ય છે. જે કોઈ લોકો આવી પ્રવૃત્તિ કરતા હતા તેઓ આવા કૃત્યથી દૂર રહે તે જાહેર જનતાનાં હિતમાં છે.

(3:38 pm IST)