રાજકોટ
News of Wednesday, 22nd May 2019

હાઇસીકયુરીટી નંબર પ્‍લેટની મુદત વધારો

રાજકોટ તા. ર૧: હાઇસીકયુરીટી નંબર પ્‍લેટ નાખવાની મુદતમાં  બે વર્ષનો વધારો કરવા દરેક સરકારી કચેરી દરેક સોસાયટીમાં આરટીઓની તમામ કામગીરી સ્‍થળ ઉપર કરવાનો કેમ્‍પ રાખવા, ત્‍યા નવી નંબર પ્‍લેટ નાખી આપવાની કામગીરી પણ કરવા તમામ સરકારી કચેરી, શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં  ફળાઉ ઔષધીય વૃક્ષાો વાવવા, સમગ્ર વિશ્વમાં  આયુર્વેદનો  સ્‍વીકાર થાય તે જોવા, તમામ આયુર્વેદિક દવાઓ ખૂબજ સસ્‍તી, અત્‍યંત અસરકારક  ઉચ્‍ચ ગુણવતા યુકત સતત બનતી રહે તને જોવા તમામ સરકારી કચેરીમાં  લેબ સુવિધા, ગાયનેક, એમ.ડી.ડોકટર સાથેનો આરોગ્‍ય રથ દર અઠવાડીયે  મોકલવા જયાં કર્મચારીના આરોગ્‍યની તપાસ કરી સ્‍થળ ઉપર જ જરૂરી દવાઓ વિનામુલ્‍યે આપવા, નિલેશષભાઇ એમ. શાહે ઉચ્‍ચ કક્ષાએ  પત્ર પાઠવી વિનંતી કરેલ છે.

(12:08 pm IST)