રાજકોટ
News of Wednesday, 22nd May 2019

ક્રિકેટર જયદેવ ઉનડકટ પ્રોજેકટ લાઇફની મુલાકાતે

મુળ પોરબંદરના અને હાલ આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સની ટીમ વતી સુંદર દેખાવ કરનાર યુવા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે તાજેતરમાં રાજકોટની પ્રોજેકટ લાઇફ સંસ્થાની મુલાકાત લઇ બ્લડ બેન્કની વિવિધ પ્રવૃતિઓ નિહાળી હતી. સંસ્થાની બ્રીગેડમાં મોટીવેટર તરીકે જનજાગૃતિ ફેલાવવાની ખાત્રી ઉચ્ચારી હતી.

(3:08 pm IST)