રાજકોટ
News of Tuesday, 22nd May 2018

ભુજના મહેશ દુધ કેન્દ્રને રૂ. ૭ લાખનો દંડ

ભુજ તા ૨૨: ભુજની જાણીતી પેઢી મહેશ દુધ કેન્દ્રને ભેળસેળના કિસ્સામાં આકરો દંડ ફટકારાયો છે. જાગૃત ગ્રાહક  રામજી આમના એ ભેસના ઘી માં ભેળસેળ કરાતી હોવાની ફરીયાદ મહેશ દુધ કેન્દ્ર ની વિરૂધ્ધ ફુડ વિભાગ અને જિલ્લા કલેકટરને કરી હતી તે અન્વયે  ફુડ  વિભાગે સેમ્પલ લઇને લેબોરેટરી માં મોકલ્યા હતા. જે ફેઇલ જતા આ અંગે કચ્છના અધિક કલેકટર સમક્ષ તેમનો કેસ ચાલતા રૂપિયા સાત લાખનો દંડ ફટકાર્યો છે.

(4:36 pm IST)