રાજકોટ
News of Tuesday, 22nd May 2018

જીવનનગરમાં સર્વ રોગ નિદાન કેમ્પ સંપન્ન

ભારત જન વિજ્ઞાન જાથા રાજય કચેરીના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગરના મહાદેવધામમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૧૦ દર્દીઓએ સારવાર લીધી હતી. સર્વરોગ નિદાન કેમ્પનું ઉદઘાટન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ કરી જણાવ્યું કે રહીશોની એકતાના કારણે જીવનનગરમાં અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. સકારાત્મક, રચનાત્મક પ્રવૃતિઓ કરીને લોકહૃદયમાં સ્થાન લીધું છે. કેમ્પમાં ડો. જતીન મકવાણા, ડો. વિપુલ બોડા, અને ડો. મીતલ દવેએ સેવા આપી હતી. સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિજયભાઇ જોબનપુત્રા, નવીનભાઇ પુરોહિત, ગોવિંદભાઇ ગોહેલ, જેન્તીભાઇ જાની, વી. સી. વ્યાસ, ભુપેન્દ્રભાઇ ભટ્ટ પુજારી, પાર્થ ગોહેલ, વિનુભાઇ ઉપાધ્યાય, પંકજભાઇ મહેતા, નયનેશ ભટ્ટ, અંકલેશ ગોહીલ,  શૈલેષભાઇ પુજારા, મહિલા મંડળના યોગીતાબેન, શોભનાબેન, જયોતિબેન, ભદ્રાબેન, કલ્પનાબેન, અલ્કાબેન, સુનિતાબેન, ભારતીબેન, જયાબેન, હર્ષાબેન,  પ્રફુલ્લાબેન, ક્રિષ્નાબેન, ક્રિષ્નાબેન, ગીતાબેન, મીતાબેન, આશાબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, હંસાબેન, પ્રસન્નબા, શોભનાબેન, ભકિતબેન, રેખાબેન, હીરાબેન, વર્ષાબેન વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:34 pm IST)