રાજકોટ
News of Tuesday, 22nd May 2018

ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ

 રાજકોટ : ડિવાઇનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાના હેતુથી પાર્થ ગ્રાફીકસ, ભરતભાઇ પરમારે સ્થાપના કરી હતી. વૃધ્ધાશ્રમનાં વડીલો તથા અનાથાશ્રમના બાળકોના મુખ પર સ્મિત લાવવાનો પ્રયાસ, બ્લડ ડોનેસન કેમ્પ, છાશ વિતરણ તથા શહેરના છેવાડાના વિસ્તારોમાં રહેતા ભુલકાઓને નાસ્તો પહોંચાડવાની પ્રવૃતિઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં જરૂરતમંદ બાળકોને રાહતદરે ચોપડાનું વિતરણ કરાશે. ચોપડા મેળવવા ઇચ્છુક બાળકો પાર્થ ગ્રાફિકસ યુનિ. રોડ, ડીવાઇન ઓપ્ટીકલ નાનામવા મેઇન રોડ, મવડી ફાયર બ્રિગેડ પાસે, મ્યુ. શોપીંગ સેન્ટર, ચામુંડા ફલોર મીલ, ઢેબર કોલોની નારાયણનગર સામે, ચામુંડા ફલોર મીલ, નવલનગર, ચામુંડા સીઝન સ્ટોર, પરસાણાનગર ખાતેથી ઉપલબ્ધ થશે. ''લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થી''ઓ નજીકના કોઇપણ સ્થળેથી ચોપડા વિતરણનો લાભ લઇ શકે છે. વિશેષ માહિતી માટે ભરતભાઇ પરમારનો મો નં. ૮૭૨૫૨ ૫૮૭૬૮ ઉપર સંપર્ક કરી શકશે

(4:34 pm IST)