રાજકોટ
News of Tuesday, 22nd May 2018

હીટ એન્ડ રન 'અકસ્માત મૃત્યુના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા ૨૨ : રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ના ચકચારી હીટ એન્ડ રન કેસમાં ઇ.પી.કો. કલમ ૩૦૪ વિગેરેના કેસમાં આરોપી મહેશ બાબુભાઇ આકરીયા ને રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ કેસ ની ટુંકમાં હક્કિત એવી છે કે, આ કામના ફરીયાદી ધીરજલાલ પરસોતમભાઇ ઠુમ્મર ના પુત્રવધુ તથા પુત્ર પોતાના એકસેસ મોટર સાઇકલ નં.જીજે-૩ઇએફ-૯૩૫૮ લઇને જતા હતા ત્યાં આ કામના આરોપી પોતાનાહસ્તકનો મારમમાસ પુર ઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પુત્ર તથા પુત્રવધુ ને હડફેટે લઇ ફરીયાદીના દીકરાને માથા ઇજા પહોંચાડી તથા ફરીયાદીના પુત્રવધુ પ્રિયંકાબેન નું માથુ પાછળના ટ્રકના ઁઠાયર નીચે ચગદાઇ થયેલ હોવાથી ઘટના સ્થળેમૃત્યુ થયેલ હતું જેથી આરોપી પર ઇ.પી.કો. કલમ-૨૭૯,૩૩૭,૩૦૪-એ તથા ૩૦૪ વિગેરે જેવી કલમો લગાવીગુનો નોંધેલ હતો. ત્યાર બાદ આ કામનાઆરોપીને પકડી પાડતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો. જેથી આરોપીએ જામીનપર છુટવા અરજી કરી હતી.

કોર્ટે બન્નેે પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે એવું તારણ આપચેલ કે, હાલનો કેસ ની એફ.આઇ.આર. ની કલમ ૩૦૪ અુ પ્મથમીક થબક્કે નોંધવામાં આવેલ, જેમાં નજરે જોનાર સાહેદો જયભાઇ, અનિલભાઇ, તથા રમાબેન દ્વારા ટ્રક ડ્રાઇવર દ્વારા બ્રેક મારવામાં આવેલ નથી અથવા તો ઓવરલોડછંગ ને કારણે ટ્રક મુવીંગ ઓર્ડરમાં હતો. તેમજ કલમ ૩૦૪ પોલીસ દ્વારા ઉમેરો કરવામાં આવેલ છે.તેમા પણ અદવર લોડીંગ ના કારણે ટ્રકની બ્રેક ઓછી લાગેલ છે, પરંતુ તે અનુસંધાને  સબંધીત ઓથોરીટીનું કોઇ રીપોર્ટ ન હોય, કોઇ મટીરીયલ ન હોય જે અનુંસંધાને આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલો.

આ કામમાં મહેશભાઇ બાબુભાઇ આકરીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશભાઇ ડી. દોશી, ગદૈતમ એમ. ગાંધી રોકાયેલ હતા.

(4:33 pm IST)