રાજકોટ
News of Tuesday, 22nd May 2018

પોલીસ વિભાગની બ્રાંચોમાં મહિલા કર્મચારીઓને નિમણૂંક આપવા વિચારણા

રાજકોટ, તા. રર : પોલીસ વિભાગમાં આવેલી શાખાઓમાં મહિલા કર્મચારીઓને નિમણૂંક આપવા માટે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

શહેર, જીલ્લા અને રેન્જ ખાતેની આર.આર. સેલ, ડી.સી.બી., પી.સી.બી., એસ.ઓ.જી., એલ.સી.બી., શાખાઓમાં યોગ્યતા ધરાવતા મહિલા કર્મચારીઓ અને પી.એસ.આઇ. સંવર્ગના અધિકારીઓને તેમની કામગીરી, કાર્યક્ષમતા અને અનુશાસન અંગેની મૂલ્યાંકન કર્યા બાદ નિમણૂંક આપવી ખાસ કરીને નવી ભરતીમાં સામેલ મહિલા કર્મચારીઓ પણ જો યોગ્ય જણાય તો તેમને આવી શાખાઓમાં કામગીરી માટે જરૂરી કૌશલ્ય માટે તાલીમ આપવી અને ત્યારબાદ તેમની આવડતના આધારે ખાસ શાખાઓમાં નિમણૂંક આપવા વિચારણા કરવી, મહિલા પી.આઇ.ઓ માટે પણ આ શાખાઓમાં નિમણૂંક માટે વિચારણા કરવી, તેમજ પોલીસ સ્ટેશનનોમાં પણ થાણા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ડી-સ્ટાફમાં પણ મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારીને પસંદગી બાદ નિમણૂંક આપવી, હાલમાં પોલીસ સ્ટેશનોમાં મહિલા પોલીસ કર્મચારી પાસેથી મહંદ્અંશે વાયરલેસ ઓપરેટર, ટેલીફોન, બારનીશી, પી.એસ.ઓ. ડયુટી તથા અન્ય ફીકસ પોઇન્ટ પરની ડયુટી જેવી ફરજો જ લેવામાં આવે છે જે યોગ્ય નથી. રોટેશન મુજબ પોલીસ મથકના તમામ કર્મચારીઓની સાથે સાથે તમામ પ્રકારની કામગીરી કરવાની તક આપવી આ બાબતે વિચારણા અને અમલ કરી તેની સમગ્ર માહિતી એક માસમાં ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)