રાજકોટ
News of Tuesday, 22nd May 2018

બેડીનાકા વિસ્તારમાં ટીપરવાનનાં ધાંધિયાઃ રસ્તા પર કચરો, ઠાલવતી ગૃહિણીઓ

 રાજકોટઃ ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવા માટેનાં ટીપરવાનનાં ધાંધિયાની ફરિયાદો શહેરમાં અવાર-જવાર ઉઠી રહી છે. ત્યારે શેહરના બેડીનાકા વિસ્તારમાં દેવકુંવરબા હાઇસ્કુલ પાસે છેલ્લા ૪ થી પ દિવસથી ટીપરવાન આવતી નહી હોવાથી આ વિસ્તારની ગૃહિણીઓએ આજે જાહેર રસ્તાની વચો-વચ કચરો ઠાલવી તંત્ર સામે રોષ વ્યકત કરી અને ટીપરવાનનાં ધાંધિયા નિવારવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:27 pm IST)