રાજકોટ
News of Tuesday, 22nd May 2018

સાધુ વાસવાણી રોડ વિશ્વકર્મા સોસાયટીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી સામે ગરબી ચોક વિશ્વકર્મા સોસાયટી-૨/૫ના ખુણે આ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સર્વના કલ્યાણ તથા પિતૃઋણ મુકિત અર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ કથામાં શાસ્ત્રી શ્રી વિજયભાઇ જોષી વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. રવિવારે પોથી પધરાવવા સાથે કથાનો પ્રારંભ થયો હતો. સવારે ૯:૩૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬:૩૦ સુધી કથા શ્રવણનો સમય રખાયો છે. ૨૭મીએ પૂર્ણાહુતિ થશે. જેમાં નૃસિંહ ભગવાન જન્મોત્સવ, વામન ભગવાન જન્મ, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ, શ્રી રૂક્ષમણી વિવાહ, શ્રી સુદામા ચરીત્ર, સહિતના જ્ઞાનયજ્ઞોનો લાભ ભાવીકો લઇ શકશે.

(4:26 pm IST)