રાજકોટ
News of Tuesday, 22nd May 2018

સગપણ પાછુ ઠેલાતું હોવાથી રાકેશે ફાંસો ખાધો, બાદમાં જાતે જ ગાંઠ છોડી નાંખી

કુવાડવાના શુકલ પીપળીયાનો બનાવઃ ચમાર યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: કુવાડવા તાબેના શુકલ પીપળીયા ગામમાં રહેતાં રાકેશ વિનુભાઇ ચાવડા (ઉ.૨૦) નામના ચમાર યુવાને સવારે સાડા અગિયારેક વાગ્યે ઘરે છતના હુકમાં ડ્રેસની ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધા બાદ દબાણ વધતાં જાતે જ ફાંસાની ગાંઠ છોડી નાંખતા નીચે પડી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. રાકેશ એક ભાઇ અને એક બહેનમાં મોટો છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ તેનું સગપણ નક્કી થઇ ગયું છે અને લગ્ન પણ કરવાના છે. પણ કોઇને કોઇ કારણોસર સગપણમાં વિલંબ થતો હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હતું.  પોલીસે રાકેશનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:15 pm IST)