રાજકોટ
News of Tuesday, 22nd May 2018

મારૂતીનંદનનગરમાં અલ્પેશ ગોટેચાના મકાનમાં દરોડો : જુગાર રમતા પ પકડાયા

અલ્પેશ ઉર્ફે બાબો, અશોક સોલંકી, અનીલ હતરા, નાગજી વરૂ અને રમેશ વાડલીયાની ધરપકડ

રાજકોટ, તા. રર :  મારૂતીનંદનનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે લોહાણા શખ્સના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. ચુડાસમાની સુચનાથી ડી-સ્ટાફના પીએસઆઇ યુ.બી., જોગરાણા તથા રાહીદભાઇ, મયુરસિંહ જાડેજા, હરપાલસિંહ અને નિકુલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે વિશ્વેશ્વરમંદિર પાછળ મારૂતીનંદનનગર-રમાં રહેતો અલ્પેશ ઉર્ફે બાબો રમણીકભાઇ ગોટેચા (ઉ.વ.૪૩) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અલ્પેશ ઉર્ફે બાબો તથા રૈયા ચોકડી કિસ્મતનગર-૧નો અશોક ગાંડુભાઇ સોલંકી (ઉ.વ.૪પ), રણુજામંદિર પાછળ કૈાલશનગરનો અનીલ રમેશભાઇ હતરા (ઉ.વ.ર૩), વિનાયકનગર પાસે નવલનગર-૬નો નાગજી જામુભાઇ વરૂ (ઉ.વ.ર૮) અને  ગીતાંજલી-૧ પાસે ગોકુલધામ સોસાયટીનો રમેશ ભીમજીભાઇ વાડલીયા (ઉ.વ.૪૬)ને પકડી લઇ રૂ. ૧૪,૪૪૦ ની રોકડા સહિતની મતા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)