રાજકોટ
News of Tuesday, 22nd May 2018

રૈયાધારમાં કડીયા યુવાનની હત્યાની કોશિષના ગુનામાં ભરતદાન ગઢવી પકડાયો

રાજકોટ તા.૨૨: રૈયાધાર મફતીયા પરામાં પંદર દિવસ પહેલા કડીયા યુવાન પર છરી વડે હુમલો કરી હત્યાની કોશિષના ગુન્હામાં ફરાર ગઢવી શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતો વૈભવ ઉર્ફે ભુરો હરેશભાઇ ટાંક (ઉ.વ.૨૬)નો મિત્ર રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટીકીટ અરવિંદભાઇ ગોહેલ દારૂનો ધંધો કરતો હોઇ તેથી વૈભવ ઉર્ફે ભૂરાએ તેની સાથે મિત્રતા તોડી નાખતા તે બાબતનો ખાર રાખી ગત તા.૬/૫ના રોજ રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટીકીટ, ભરતદાન ભીમદાનગઢવી તથા કાજલે ઝઘડોકરી છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વૈભવની ફરિયાદ પરથી ત્રણેય વીરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી પીએસઆઇ પી.એ.ગોહેલે તપાસ આદરી હતી. દરમ્યાન પીઆઇ એમ.ડી.ચંદ્રવાડીયાની સૂચનાથી પીએસઆઇ. બી.જે.કડછા, હેડ કોન્સ હરેશભાઇ પરમાર, શૈલેષપરી ગોસાઇ, અમીનભાઇ, રવિરાજસિંહ,ધર્મેન્દ્રસિંહ, રણછોડભાઇ, કુલદીપસિંહ, રાજુભાઇ તથા ગીરીરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રવિરાજસિંહ,ધર્મેન્દ્રસિંહ તથા કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે ભરતદાન ભીમદાન ગઢવી (ઉ.વ.૩૦)(રહે. ગોંડલ રોડ શ્રી હરી સોસાયટી)ને પકડી લીધો હતો.

(4:02 pm IST)