રાજકોટ
News of Tuesday, 22nd May 2018

સ્ટોક એક્ષચેંજની સિકયુરીટીના વેચાણ માટે હવે ફરીથી તખ્તો ગોઠવાયોઃ અપસેટ પ્રાઇઝ ૧૧ કરોડ રખાઇ

૯ મીએ જૂને બીડ ખૂલશેઃ તે પહેલા રસ ધરાવતી પાર્ટીઓએ મોકલી આપવાના રહેશેઃ સુનિલ શાહ : નવેસરથી ટેન્ડર મંગાવાયાઃ સ્ટેમ્પ ડયુટી જે ભરવાની થતી હશે તે ખરીદનારને ભરવાની રહેશે

રાજકોટ તા. રર :.. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજના ડાયરેકટર અને અગ્રણી શેરબ્રોકર શ્રી સુનિલ શાહે આજે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી એસ. કે. એસ. ઇ. સીકયુરીટીના વેચાણનો ફરીથી તખ્તો ગોઠવવા અને નવેસરથી બીડ મંગાવવા તાજેતરની મીટીંગમાં નિર્ણય લીધો હતો, અગાઉની બીડ-કાર્યવાહી બધી રદ કરી નખાઇ છે, અને હવે આજથી નવેસરથી બીડ મંગાવવાનું શરૂ કરાયું છે.

તેમણે ઉમેર્યુ હતું કે અગાઉની કાર્યવાહીમાં ટેકનીકલ ગોઠવણી થતી ન હોય, હવે આજથી નવેસરથી બીડ મંગાવાઇ છે, જેમાં અપસેટ પ્રાઇઝ ૧૧ કરોડ રખાઇ છે.  અને નવેસરથી ટેન્ડર મંગાવાયા છે, રસ ધરાવતી પાર્ટીઓએ સ્ટોક એક્ષચેંજ ખાતેથી ફોર્મ મેળવી ફીઝીકલી ભરવાનું રહેશે, અને ૯ જૂલાઇએ બપોરે ૪ વાગ્યે ટેન્ડરો ખોલાશે.

સ્ટેમ્પ ડયુટી અંગે તેમણે ઉમેર્યુ હતું કે, જે કોઇ ડયુટી ભરવાની થશે તે સીકયુરીટી ખરીદનાર પાર્ટીએ ભરવાની રહેશે, જયારે  બેલેન્સ સીટ વિગેરે બાબતો કલીયર હોય હવે કોઇ મુશ્કેલી નહી પડે તેમ ઉમેરતા શ્રી સુનીલ શાહે જણાવ્યું હતું કે સિકયુરીટીના કુલ ૯૭.પ૯ ટકા સ્ટેકના વેચાણ અંગે બીડની કાર્યવાહી કરાઇ છે.

(4:02 pm IST)