રાજકોટ
News of Tuesday, 22nd May 2018

રાજકોટના ૩૦૦ સહિત દેશભરમાં ૩ લાખ ગ્રામીણ 'ડાક સેવકો'ની હડતાલ

બે મુદતી હડતાલને કારણે સવારથી જ ગામડાઓમાં ટપાલ-બીલો નાની બચત સેવા ખોરવાઇ ગઇ : રાજકોટમાં સવારે ઉગ્ર સૂત્રોચ્ચારઃ રાજકોટ જીલ્લાની ૨૦૦ ગ્રામ્ય પોસ્ટ ઓફીસના કામકાજને ગંભીર અસર

પોસ્સટલના ડાક સેવકોએ આજે સવારે હડતાલ પાડી રાજકીય હેડપોસ્ટ ઓફીસ ખાતે દેખાવો યોજી-સૂત્રોચાર કર્યા હતા ત્યારની તસ્વીરઃ(સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૨૨: સાતમા પગાર પંચનો લાભ શહેરના પોસ્ટમેનને મળતો, એ લોકોનો પગાર ૬૦ હજાર આસપાસ પહોંચી ગયો, પરંતુ રાજકોટ જીલ્લાના ૩૦૦ સહિત દેશભરના ૩ લાખ જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકોને કોઇ લાભ અપાતો નથી, માત્ર ૧૦થી૧૨ હજાર પગાર અપાય છતા ભારે વિસંગતતા છતા અને તેના વિરોધમાં આજથી ૩ લાખ ગ્રામીણ ડાક સેવકો બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા દેકારો બોલી ગયો છે.

એકલા રાજકોટ જીલ્લાની જ ૨૦૦ ગ્રામ્ય પોસ્ટ ઓફીસોમાં હડતાલને કારણે ગંભીર અસર થઇ છે, ટપાલ, ઇલે-ટેલીફોન બીલ, નાની બચત-રીકરીંગ સહિતની સેવા ખોરવાઇ ગયાનું બહાર રાખ્યુ છે.

ગોંડલ ડિવીઝન તેમજ રાજકોટ ડીવીઝન સેક્રેટરીશ્રી પી.સી.વસોયા તેમજ જયંતીભાઇ સોરઠીયાના ઉમેર્યાના મુજબ  ગુજરાતના તમામ GDS કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે, તેમજ ગોંડલ ડીવિઝન ખાતે ઉપસ્થિત રહ્યા હતા, રાજકોટ GDS અગ્રણીઓ સવારે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે સવારે સુત્રોચાર કર્યા હતા.

NFPE ગુજરાતના સૌથી સીનીયર પૂર્વ લીડર શ્રી એસ.કે.વૈષ્ણવ તેમજ GDSNFPE સીનીયર લીડર શ્રી શરદભાઇ તેરૈયાએ વિશેષ માહિતી આપતા જણાવેલ કે GDS સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. સરકારશ્રીએ વર્ષ ૨૦૧પમાં GDS કર્મચારીના પગાર સુધારણા-સવલતો - સુવિધા નિયમોના બદલાવ બાબતે પોસ્ટ ખાતાના ડી.જી કક્ષાના નિવૃત અધિકારી કમલેશ્વંદ્રને GDS કમિટીના અધ્યક્ષ બનાવેલા. આ GDS કમિટીએ માત્ર એક વર્ષમાં જ આ GDS કમિટીનો અહેવાલ સરકારશ્રી ને નવે-૨૦૧૬માં સોપેલ. ત્યારબાદ અહેવાલ સરકારશ્રી તેમજ પોસ્ટ ખાતાની ઘોર ઉપેક્ષાથી ઉદાસીનતાથી GDS કમિટીના રીપોર્ટ માત્ર અભ્યાસ કરવાના બહાના હેઠળ ૧૭ માસનો સમય લીધો. હજુ કેબીનટની બહાલી મેળવવા બાકી છે. આમ અસાધારણ વિલંબ ઘોર ઉપેક્ષાના વલણથી દેશભરના GDS કર્મચારીઓ ખુબ જ ઉગ્ર રોષ સાથે ડુ ઓર ડાયના નારા સાથે જયાં સુધી GDS કમિટીનો અહેવાલ સ્વીકાર થવાની જાહેરાત નહિ થાય ત્યાં સુધી કોઇ પણ સંજોગોમાં હડતાલ સમેતાશે નહીની ચીમકી આપેલ છે. કમલેશ્વંદ્રને કમિટીમાં દેશની આઝાદી બાદ પ્રથમ વખત GDS ને સન્માન જનક નવા વેતનદરો તેમજ પ્રથમ વખત ખાતાતા કર્મચારી સમક્ષ નવી સવલતો લાભો સહીત ૩પ જેટલા નવી હકારાત્મક ભલામણો સાથે ( કર્મચારીને પોસ્ટ ખાતાની કરોડરજજુ ગણી જણાવેલ કે આટા વર્ષો સુધી પોસ્ટ ખાતાએ GDS કર્મચારીને શા માટે અવગણના કરી? (૧) કે બી ચુડાસમા P-III  ડિવીઝન સેક્રેટરી રાજકોટ (૨) દામજી ચાવડા P-Iv ડિવીઝન સેક્રેટરી રાજકોટ ટેકો જાહેર કરી સમર્થન આપી હડતાલ સફળ બનાવવા માર્ગદર્શક બન્યા છે.

(3:13 pm IST)